સફળતા:કોણીની કાર્યક્ષમતા પરત લાવવા નવો સાંધો બનાવ્યો

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પારૂલ સેવાશ્રમ હોસ્પિ.ના તબીબોની સફળતા
  • કોણી વળતી ના હોવાથી રોજિંદા કાર્યો નહોતા થતા

પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે 25 વર્ષના યુવાનને બે તરફ કોણીમાં ખોડ અને પાંચ વર્ષથી બંને કોણીઓને વાળવાની અથવા ટટ્ટાર રાખવાની અક્ષમતા હોવાથી કોણીના સાંધાની બોની એન્કીલોસીસ બિમારીનું નિદાન થયું હતું. તે જાતે ખોરાક લેવામાં અથવા રોજબરોજની પ્રવૃત્તિ કરવામાં અસક્ષમ હતો. જેની કોણીનો સાંધો નવો બનાવવામાં ડાૅક્ટરોને સફળતા મળી હતી. તેના કિસ્સામાં હિલચાલ કરી શકે તેવો કોણીનો સાંધો બનાવવાનો પડકાર હતો. કારણ કે આખો સાંધો હાડકાને સ્થાને હતો.

સારવાર માટે પારૂલ સેવાશ્રમ હોસ્પિટલની ઓર્થોપેડિક શાખાના પ્રોફેસર અને વડા ડૉ. કાર્તિક વિશ્વનાથન અને તેમની ટીમે નવી ઓપરેશનની પદ્ધતિ અમલમાં મુકી હતી. આ દર્દીની ફંક્શનલ એલ્બો રીસેક્શન આર્થ્રોપ્લાસ્ટી કરાઇ હતી. જેમાં કોણીના સાંધામાં રહેલા હાડકાને કાઢી સાંધાને સ્થિતિસ્થાપકતા અને કાર્યક્ષમતા આપવા કોણીના આકારનું પુન: સર્જન કરાયું હતું.

કોણીના સાંધાની આસપાસ સ્થિરતા આપતા અસ્થિબંધન, ક્ષતિગ્રસ્ત જણાતા જાંઘના ભાગમાંથી પેશીઓ કઢાઇ હતી. કોણીના સંમાતર અસ્થિબંધન તરીકે બદલાઇ હતી. કાર્યક્ષમતા શરૂ થતાં દર્દી જમણા હાથનો ઉપયોગ કરી ખાવા, પીવા, ચહેરો ધોવા અને વાળ ઓળવા સમર્થ બન્યો હતો. ડૉ. ગીતિકા પટેલે જણાવ્યું હતું કે, રોજબરોજની પ્રવૃત્તિ માટે 5 વર્ષથી સંઘર્ષ કરતા દર્દીને સરળતા સાથેનું નવજીવન પ્રાપ્ત થયું છે.

અન્ય સમાચારો પણ છે...