વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા સ્મશાનો પૈકી કેટલાક સ્મશાનોની હાલત દયનીય બની ગઇ છે, ત્યારે વડોદરાના સૌથી મોટા એવા કારેલીબાગમાં આવેલા ખાસવાડી સ્મશાનને નવું બનાવવા માટે પાવર ગ્રીડ કોર્પોરેશન અને આઇ.ઓ.સી.એલ. આગળ આવી છે. આ બંને કંપનીઓ CSR ફંડ હેઠળ રૂપિયા 15.28 કરોડના ખર્ચે સ્મશાનને નવું બનાવશે.
કંપનીએ તૈયારી બતાવી
વડોદરા મહાનગરપાલિકાની હદમાં આવેલ ખાસવાડી સ્મશાન વડોદરા શહેરનું સૌથી મોટું સ્મશાન છે. હાલમાં સ્મશાન જર્જરીત હાલતમાં હોવાથી નાગરીકોને અગવડતા ઉભી ન થાય તે હેતુસર અત્રેથી પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લી. કોર્પોરેશનને તા. 6-1-022ના પત્રથી ખાસવાડી સ્મશાનના નવિનીકરણ માટે CSR ફંડ હેઠળ કામગીરી કરવા માટે જાણ કરી હતી.
પૂજા હોલ સહિતની સુવિધા
જેના અનુસંધાને પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા અલાયદા આર્કીટેકની નિમણૂક કરી, સ્થળ વિઝિટ કરી સ્મશાનના નવિનીકરણ અંગે પ્લાનીંગ રજૂ કર્યો હતો. જેમાં મુખ્યત્વે લાકડાની ચિતા, ગેસ ચિતા, મહારાષ્ટ્રીયન સમાજ માટેનો પૂજા હોલ, ઈન્ફ્રાસ્ટ્રકચર, લેન્ડ સ્કેપીંગ, તેમજ ગેટ વિગેરે આઇટમોનો સમાવેશ કર્યો છે. જેનો કુલ અંદાજીત ખર્ચ રૂપિયા 15.28 કરોડનો તેઓના આર્કિટેક દ્વારા બનાવ્યો છે.
બે દિવસ પહેલાં સમહતી આવી
પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિ. દ્વારા તા. 6-1-023 ના પત્રથી આ અંદાજ CSR ફંડ ની મર્યાદા કરતાં વધારે હોવાથી રૂપિયા 7.72 કરોડની મર્યાદામાં કામગીરી કરવા જણાવ્યું હતું. જેથી ખાસવાડી સ્મશાનના રીનોવેશન અને નવિનીકરણની કામગીરીની બાકી રકમ માટે IOCL એ તા. 29-9-022 ના પત્રથી CSR ફંડ હેઠળ બાકી રહેતા રૂપિયા 7.56 કરોડની મર્યાદામાં કામગીરી કરવા જણાવવામાં આવ્યું હતું. જેના અનુસંધાનમાં IOCL દ્વારા તા. 9-1-023 ના પત્રથી રૂપિયા 7.56 કરોડ આપવા સહમતી આપી છે.
બે પાર્ટમાં કામગીરી થશે
આમ, કારેલીબાગમાં આવેલા ખાસવાડી સ્મશાનના નવિનીકરણની કામગીરીમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફક્ત હયાત સ્મશાનનું ડીમોલિશન કરવામાં આવશે. તેમજ બહારના ભાગે પાર્કિંગની સુવિધા પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. ટેન્ડરીંગ, સાઇટ એક્ઝીક્યુશન તેમજ તેને આનુંષાગિક તમામ કામગીરી પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લી. (પાર્ટ-A) દ્વારા કરવામાં આવશે. જ્યારે પાર્ટ-B ની કામગીરી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.