વડોદરા મહાનગર પાલિકાની હદમાં સમાવેશ થયેલા વેમાલી ગામમાં પીવાની પાણીની સુવિધા ઉભી કરવા તંત્રએ કમર કસી છે. પ્રથમ તબક્કામાં સમા-પૂનમનગર ખાતેની પાણીની ટાંકી ખાતેથી પાણી વિતરણ કરાશે. ત્યાર બાદ નવું બુસ્ટિંગ સ્ટેશન ઉભુ કરાશે. જે અંગે 2.58 કરોડના કામને મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે.
સમા- પૂનમનગર ખાતેની હંગામી ધોરણે પાણીની અપાશે
તાજેતરમાં વડોદરા કોર્પોરેશનની હદમાં આઉટગ્રોથ વિસ્તાર તરીકે વેમાલી ગામનો સમાવેશ થયો છે, જેમાં પાણીની પ્રાથમિક સુવિધાઓ આપવી જરૂરી છે, જેથી વેમાલી ટીપી એકમાં નવું પાણીનું નેટવર્ક તથા તેને આનુષાંગિક કામગીરીના ભાગરૂપે સલાહકારના અંદાજપત્ર મુજબ 2.51 કરોડનો અંદાજ છે, બીજા તબક્કામાં વેમાલી ખાતે નવું બુસ્ટિંગ સ્ટેશન પણ ઊભું કરાશે જ્યાં સુધી નવું બુસ્ટિંગ સ્ટેશન ન બને ત્યાં સુધી સમા- પૂનમનગર ખાતેની નવી ટાંકી પરથી હંગામી ધોરણે પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવશે. આ અંગે બે કોન્ટ્રાક્ટરો એ રસ દાખવ્યો હતો. જેમાં એ.કે.મેક.ઇન્ફ્રાનું 23.33 ટકા વધુ 2.59 કરોડ અને આકાર કન્સ્ટ્રક્શનનું 29.95 ટકા વધુ 2.73 કરોડનું ભાવપત્રક રજુ થયું છે.
કોન્ટ્રાક્ટર એ.કે.મેક.ઇન્ફ્રાને ભાવ ઘટાડવા જણાવતા 23.14 મુજબ 2.58 કરોડનું થયું છે. જેનો ખર્ચ સ્વર્ણિમ આઉટગ્રોથ એરીયા ગ્રાન્ટ 2019-20 પેટે થશે. આવતીકાલે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં સભાસદોની ચર્ચા વિચારણા બાદ કામ અંગે નિર્ણય લેવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.