તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરણી:સયાજી હોસ્પિટલમાં તાબડતોબ નેફ્રોલોજિસ્ટની નિમણૂક કરાઇ

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મ્યુકોરમાઇકોસિસના કેસ વધતાં તજજ્ઞોની મદદ લેવાશે
  • નવા 11 કેસ, 44 સર્જરી કરાઇ,1 દર્દીનું મોત, 9 ડિસ્ચાર્જ

વડોદરામાં વધતા જતા મ્યુકોરમાઇકોસિસના કેસ તંત્ર માટે ચિંતા વધારી રહ્યા છે. સયાજી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસના કેસ વધતા નેફ્રોલોજિસ્ટની સેવા લેવાની જરૂરિયાત ઉભી થઈ હતી. જેના પગલે હોસ્પિટલ દ્વારા તાબડતોબ નેફ્રોલોજિસ્ટની નિમણૂક કરી છે.

શહેરમાં મ્યુકોરમાઇકોસીસના કેસ સતત વધતા આરોગ્ય તંત્રની ચિંતા વધી છે. સયાજી હોસ્પિટલમાં રોજબરોજ મ્યુકોરમાઇકોસીસના કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યની સરકારી મેડિકલ કોલેજ સાથે જોડાયેલા હોસ્પિટલમાં વિઝીટિંગ સુપર સ્પેશિયાલીસ્ટ ડોક્ટરની સેવા લેવા બાબતનો ઠરાવ થયો છે.

કોવીડની મહામારી અને મ્યુકોરમાઇકોસીસના કેસ વધતા સાયજી હોસ્પિટલે દૈનિક ત્રણ કલાક સેવા આપવા માટે વિઝીટિંગ તજજ્ઞની નિમણૂક કરવાનું નક્કી કર્યું હતું. જે અંતર્ગત સુપર સ્પેશિયાલીસ્ટ ઇન નેફ્રોલોજિસ્ટ ડો. મિતલ પરીખની નિમણૂક કરી છે. ડો. મિતલ પરીખ કોવિડ અને મ્યુકોરમાઇકોસીસ સિવાય OPD માં પણ તેમની સેવા આપશે. તદુપરાંત કિમો ડાયાલિસીસ સેન્ટરમાં પણ તેમનું માર્ગદર્શન મેળવવામાં આવશે. તેઓને કલાક દીઠ વેતન રૂ. 300 આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

બુધવારે સયાજી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસના 11 નવા કેસ દાખલ થતાં કુલઆંક 245 થયો છે. જ્યારે વધુ એક દાખલ દર્દીનું મોત નીપજ્યું છે. બુધવારે કુલ 44 ઓપરેશન કરવામાં આવ્યા હતા. જેમાં એક દર્દીની આંખનો ડોળો દૂર કરવામાં આવ્યો છે. બુધવારે વધુ 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...