તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:ગોત્રી રોડ પર 2 સંતાનની માતાએ ફાંસો ખાધો

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર

શહેરના ગોત્રી વાસણા રોડ પર આવેલી સાંઈનાથ સોસાયટીમાં રહેતી બે સંતાનોની માતાએ તેના ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આપઘાતના આ બનાવ સંદર્ભે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવ અંગે પોલીસના જણાવ્યા અનુસાર ગોત્રી-વાસણા રોડ પર આવેલી સાંઈનાથ સોસાયટીમાં જગદીશચંદ્ર નાગર રહે છે. તેઓ દહેજ ખાતે નોકરી કરે છે. તેઓના પરિવારમાં પત્ની જ્યોતિબેન અને બે બાળકો છે. શુક્રવારે રાતે જ્યોતિબેને તેમના બેડરૂમમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

સવારે ઘટનાની જાણ થતાં પાડોશીઓ તેમના ઘરે દોડી આવ્યા હતા. બનાવની જાણ પોલીસને થતા પોલીસ પણ સાંઈનાથ સોસાયટીમાં આવી પહોંચી હતી. પોલીસે જ્યોતિબેનના મૃતદેહને સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે તેઓએ કયા કારણથી આ પગલું ભર્યું તે જાણી શકાયું નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો