• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • A Mother And Son Were Beaten By An Attacking Gang During A Quarrel Over Playing Cricket In Gorwa Area Of Vadodara, A Case Was Registered Against 5 Persons.

હુમલો:વડોદરાના ગોરવા વિસ્તારમાં ક્રિકેટ રમવા બાબતે ઝઘડો થતાં હુમલાખોર ટોળકીએ માતા-પુત્રને માર માર્યો, 5 શખસ વિરૂદ્ધ ગુનો દાખલ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગોરવા પોલીસે ગુનો નોંધીને હુમલાખોરોની શોધખોળ હાથ ધરી

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં ક્રિકેટ રમવા બાબતે ઝઘડો થતાં હુમલાખોર ટોળકીએ બેટ વડે માતા અને પુત્રને ફટકારતા મામલો ગોરવા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પોલીસે આ મામલે 5 શખસ વિરૂદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હુમલાખોરોએ માતા-પુત્રને ગડદાપાટુનો માર માર્યો
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા સમશેરનગર ખાતે રહેતો 23 વર્ષીય સોહિલ અકબરભાઇ સોલંકી ખાનગી કંપનીમાં ફિટર તરીકે નોકરી કરે છે. રવિવારે તે મિત્રો સાથે ઘર નજીક ખુલ્લા મેદાનમાં ક્રિકેટ રમવા પહોંચ્યો હતો. જ્યાં ક્રિકેટ રમવા બાબતે અશરફ રાણાએ અપશબ્દો બોલ્યા હતા. જેથી સોહિલ સોલંકીએ અપશબ્દો નહીં બોલવા જણાવતા તે ઉશ્કેરાયો હતો અને અસરફ રાણા, સાહિલ મુલતાણી, મુતુર્ઝા અજમેરી, સલીમભાઇ મુલતાણી, ફરીદ મુલતાણીએ (તમામ રહે, ગોરવા, વડોદરા) ભેગા મળીને ગડદાપાટુનો માર માર્યો હતો.

પોલીસે હુમલાખોરો સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી
આ દરમિયાન તેની માતા મુમતાજબાનુ અકબરભાઈ સોલંકી છોડાવવા વચ્ચે પડતાં તેમને પણ પગે બેટનો ફટકો મારી માર માર્યો હતો. ક્રિકેટ રમવા બાબતે થયેલો ઝઘડો પોલીસ સ્ટેશનમાં પહોચતા ગોરવા પોલીસે હુમલાખોરો વિરૂદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...