તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:ઇજનેરીમાં પ્રવેશ માટે મહિનો રાહ જોવી પડશે, ગુજકેટના ગુણભાર માટે સપ્તાહમાં નિર્ણય લેવાશે

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જેઇઇ-નીટની પણ હજુ સત્તાવાર જાહેરાત કરાઈ નથી

ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે ગુજકેટના ગુણભાર માટે આ સપ્તાહમાં નિર્ણય લેવાશે. ગુજકેટની અનિશ્ચિતતા વચ્ચે પ્રવેશ માટે વિદ્યાર્થીએ એક મહિનાથી વધુ રાહ જોવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.

રાજ્યની ડિગ્રી ઇજનેરીની કોલેજોમાં ગુજકેટ અને જેઇઇ બંનેના આધારે પ્રવેશ ફાળવાય છે. જોકે જેઇઇ-નીટ ક્યારે લેવામાં આવશે તે અંગે હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી. એન્જિનિયરિંગ કોલેજોમાં બેઠકો માટે 40-60 ટકા પ્રમાણે વેઇટેજ અપાય છે. ચાલુ વર્ષે ધોરણ 12ની પરીક્ષા લેવામાં આવી નથી ત્યારે ગુજકેટનું વેઇટેજ વધારવું કે નહીં તે સહિતના પ્રવેશના નિર્ણય કરવા માટે સરકાર દ્વારા એક કમિટીની રચના કરાઇ છે. આ કમિટીએ હજુ સુધી કોઇ નિર્ણય કર્યો નથી.

ગુણભાર અંગે આ સપ્તાહમાં નિર્ણય કરાય તેવી શક્યતાઓ છે. ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે છાત્રોએ રાહ જોવી પડે તેવી સ્થિતિ છે. 15 જુલાઇથી રિપીટર છાત્રોની પરીક્ષા હોવાથી જ્યાં સુધી આ પરીક્ષા પૂરી ન થાય અને પરિણામ જાહેર ન કરાય ત્યાં સુધી ગુજકેટની પરીક્ષા યોજાય શકે તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...