શહેરની બેસીલ સ્કૂલમાં ધો.12 સાયન્સની પરીક્ષા આપતી વિદ્યાર્થીની પાસે મોબાઇલ મળતાં કોપી કેસ થયો હતો. ધો.10 સ્ટાન્ડર્ડ ગણિતમાં ત્રિકોણ મિતીનો પ્રશ્ન વિદ્યાર્થીઓને અઘરો લાગ્યો તો ધો.12 સાયન્સમાં 2 પ્રશ્ન કસોટીરૂપ લાગ્યા. ધોરણ .12 કોમર્સનું આંકડા શાસ્ત્રનું પેપર સ્કોર કરાયે તેવું હતું. ધોરણ 12 સાયન્સમાં કેમેસ્ટ્રી વિદ્યાર્થીની પાસેથી મોબાઇલ ઝડપાતા વિદ્યાર્થીની સામે સયાજીગંજ ઝોનમાં કેસ થયો હતો.
ભાસ્કર એક્સપર્ટ
વિભાગ એના વિકલ્પોના પ્રશ્નો ટ્વિસ્ટ કરીને પૂછાયા
ધો.10નું સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર સહેલું હતું. A વિભાગના પ્રશ્નો ટવિસ્ટ હતા. Bમાં 21મો પ્રશ્ન ત્રિકોણ મિતીમાંથી હતો. - અક્ષય શાહ, નિષ્ણાત
ચેપ્ટર 3-4માં પૂછેલા પ્રશ્નો વિદ્યાર્થીઓ માટે કસોટી રૂપ
રસાયણ વિજ્ઞાનના પેપરમાં ચેપ્ટર 3-4ના પ્રશ્નો વિદ્યાર્થીઓ માટે કસોટી રૂપ હતા. કાર્બનિકના પ્રશ્નો સરળ હતા. - કેતન પરીખ, નિષ્ણાત
આંકડાશાસ્ત્રમાં 3 પ્રશ્નોએ વિદ્યાર્થીઓમાં મૂંઝવણ ઊભી કરી
આંકડાશાસ્ત્રમાં વિભાગ Aમાં 3 પ્રશ્નો વિદ્યાર્થીઓને મૂંઝવે તેવા હતા. વિભાગ Bમાં 1 માર્ક વાળા પ્રશ્નો થીયરી અને ટૂંકા દાખલા સહેલા હતા. વિભાગ Cમાં માત્ર દાખલા પુછાયા હોવાથી વિદ્યાર્થીઓને રાહત હતી. - કિશોર ઠક્કર, નિષ્ણાત
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.