ક્રાઇમ:વારસિયામાં કિશોરી સાથે આધેડ સંબંધીના અડપલાં, સગીરા અડધી રાત્રે રડવા લાગતાં રહસ્ય ખૂલ્યું

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોઈને વાત કહીશ તો મારી નાખીશની ધમકી આપી

વારસીયામાં આધેડે તેની ભાણીની સગીર પુત્રીને તારુ ઉપરનું ઘર બતાવ કહીને ઉપરના બેડરુમમાં લઇ જઇ અડપલાં કરતા સગીરાએ પરિવારને જાણ કરી હતી. વારસીયાના વેપારીએ પોલીસને જણાવ્યું કે, પત્નીના ગોધરામાં રહેતા સગા મામા મહેશ મનુમલ સુંદરાણી 25 એપ્રિલે ઝૂલેલાલ ભગવાનના પ્રસંગ માટે આમંત્રણ આપવા આવ્યા હતા. પરિવાર અને મહેમાનો નીચે બેઠા હતા ત્યારે મહેશ સુંદરાણીએ 12 વર્ષની દોહિત્રીને બોલાવીને ચાલ તારુ ઉપરનું ઘર બતાવ તેમ કહી સગીરાને ઉપરના માળે લઇ ગયા પછી 15 મિનીટ બાદ નીચે આવીને જતા રહ્યા હતા.

દરમિયાન રવિવારે રાત્રે દોઢ-બે વાગે સગીરા ઉંઘમાંથી જાગી રડવા લાગી હતી. જેથી તેમણે પૂછતાં તેણે જણાવ્યું કે, મહેશ મામા આપણા ઘેર આવ્યા હતા ત્યારે તે તેને ઘર બતાવવા લઇ જઇ ઉપરના બેડરૂમમાં લઇ ગયા હતા અને સેટી પલંગ પર ખોળામાં બેસાડી તેની સાથે અડપલા કર્યા હતા અને આ વાત કોઇને કહેતી નહી, નહીતર મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...