દુર્ઘટના:હાલોલ રોડ પર કારચાલકે અડફેટે લેતાં રોડ ઓળંગતા આધેડનું મોત

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જરોદ પોલીસમથકનું ઉદઘાટન થતાં પહેલો કેસ હિટ એન્ડ રનનો નોંધાયો
  • અ‌વાજ સાંભળી​​​​​​​ સ્થળ પર ગયેલા પુત્રને પિતાના અકસ્માતની જાણ થઈ

જરોદ પોલીસ મથકનું 9 જૂને ઉદઘાટન થતાં જ પહેલો કેસ હિટ એન્ડ રનનો નોંધાયો છે. જેમાં હાલોલ-વડોદરા રોડ ક્રોસ કરતા 55 વર્ષિય વૃદ્ધનું કારની અડફેટે મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં જોરદાર અવાજ થતાં આ જ રોડ પર આઈસર લઈને જઈ રહેલો પુત્ર સ્થળ પર જોવા આવતાં તેમના પિતાનો જ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપીની હજુ સુધી ધરપકડ કરી નથી.

વાઘોડિયા તાલુકાના પીપળિયા સ્થિત નવીનગરીમાં રહેતા સુરેશ મહેન્દ્રસિંહ ચૌહાણ અને તેમના 52 વર્ષિય પિતા મહેન્દ્રસિંહ કેસુરસિંહ ચૌહાણ બંને આઈશર ટેમ્પો ચલાવે છે. 8 જૂને સવારે 10 વાગે મહેન્દ્રસિંહ આઈશરમાં ઘાસનો ફેરો લઈને ગોધરાના ભામૈયા ગામે ગયા હતા અને સાંજે 5 વાગે ઘાસનો ફેરો પૂરો કરી પુત્ર સુરેશને ફોન કરીને તેને વિજય પ્રવિણ ચૌહાણ સાથે બાઈક પર જરોદ રેફર ચોકડી આવવા જણાવ્યું હતું. જ્યાંથી સુરેશ અને વિજયને આઈસર લઈને ગરધિયા ગામે ઘાસનો ફેરો ભરવા જવાનું હતું.

જેથી સુરેશ વિજયને લઈને 11 વાગે બાઈક લઈને જરોદ રેફર ચોકડી પહોંચ્યા હતા. જ્યાંથી બંને આઈસર લઈને ઘાસનો ફેરો મારવા નીકળ્યા હતા. 11-30 વાગે પિતા મહેન્દ્રસિંહ બાઈક લઈને હાલોલ-વડોદરા રોડ ક્રોસ કરતા હતા. દરમિયાન હાલોલ તરફથી આવતી સિલ્વર કલરની હ્યૂન્ડાઈ વર્ના કારે તેમના બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારતાં તેઓ રોડ પર પડ્યા હતા.

દરમિયાન અકસ્માતનો અવાજ આવતાં આઈશર લઈને થોડે જ દૂર ગયેલો પુત્ર પણ સ્થળ પર પહોંચ્યો હતો, જ્યાં તેના પિતાનો જ અકસ્માત થયો હોવાનું જોતાં તેણે તાત્કાલિક 108ને ફોન કર્યો હતો. જ્યાંથી તેમને જરોદ રેફરલ હોસ્પિટલ લઈ આવતાં ફરજ પરના ડોક્ટરે મહેન્દ્રસિંહને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના અંગે જરોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

આરોપી હાજર થયો, પણ પોલીસે જવા દીધો
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માત સર્જીને આરોપી પોલીસ મથકે હાજર થયો હતો, પરંતુ પોલીસે તેને શુક્રવારે ગાડીના કાગળિયા લઈને આવજો તેમ કહીને જવા દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...