તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ફતેગંજમાં બેફામ ઝડપે જતી રિક્ષાની ટક્કરે આધેડનું મોત

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • નિઝામપુરાના આધેડ સ્કૂટર પર પસાર થતા હતા
  • ઇજાગ્રસ્ત આધેડને હોસ્પિટલમાં લઇ જવાયા હતા

વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં રહેતા સ્કૂટર સવાર આધેડને ફતેગંજ સર્કલ નજીક રિક્ષાએ ટક્કર મારતાં તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર શહેરના નિઝામપુરા કમલકુંજ સોસાયટીમાં 53 વર્ષના પરેશભાઈ પટેલ રહેતા હતા.

તેઓ નિવૃત જીવન ગુજારતા હતા. સોમવારે સવારે તેઓ ફતેગંજ સર્કલ નજીકથી સ્કૂટર લઈને પસાર થઈ રહ્યા હતા. તે સમયે પુરઝડપે આવેલી એક રિક્ષાએ તેઓના સ્કૂટરને ટક્કર મારી હતી. જેના પગલે તેમને ગંભીર ઇજાઓ થઇ હતી. બનાવના પગલે ઘટનાસ્થળે લોકોનાં ટોળાં જામ્યાં હતાં. દરમિયાન તેઓને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર માટે એલેમ્બિક રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મોડી રાતે તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે ફતેગંજ પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...