પોલીસની માનવતા:વડોદરાના ગોરવા વિસ્તારમાં રોડ પરથી માનસિક અસ્થિર કિશોર મળ્યો, SHE ટીમે પરિવારને શોધીને મિલન કરાવ્યું

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
શી-ટીમે ઘરેથી નિકળી ગયેલા માનસિક અસ્થિર કિશોરને શોધીને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું - Divya Bhaskar
શી-ટીમે ઘરેથી નિકળી ગયેલા માનસિક અસ્થિર કિશોરને શોધીને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું
  • કિશોરની કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં શી ટીમ દ્વારા ઘરેથી નિકળી ગયેલા માનસિક અસ્થિર કિશોરને શોધી તેના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું છે.

પેટ્રોલિંગ દરમિયાન કિશોર જોવા મળ્યો
વડોદરાના ગોરવા વિસ્તારમાં શી ટીમ ગઇકાલે પેટ્રોલીંગ કરી રહી હતી. આ દરમિયાન તેમને રોડની વચ્ચે ચાલતો એક કિશોર જોવા મળ્યો હતો. તેથી તેમણે તેને પૂછતા તેનું નામ જણાવ્યું હતું. પરંતુ, પોતાનું સરનામું સરખી રીતે કહી શકતો ન હતો તેથી તેને ગાડીમાં બેસાડી તેના પરિવાર અને ઘર વિશે પૂછતા તેણે પિતા અને ઘરનું સરનામું જણાવ્યું હતું.

કિશોરની મેન્ટલ હોસ્પિટલમાં સારવાર ચાલે છે
શી ટીમ દ્વારા જ્યારે કિશોરને તેના ઘરે સુપરત કરવામાં આવ્યો, ત્યારે જણાવા મળ્યું હતું કે, કિશોર માનસિક અસ્થિર છે અને તેની કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ કિશોર કોઇને કહ્યા વિના પરિવારજનોનું ધ્યાન ચુકવીને ઘરેથી નીકળી ગયો હતો. જેને શી ટીમે શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...