• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • A Meeting Of The Bar Association Was Held On The Issue Of Amending The Constitution, Papers Were Torn, A General Meeting Was Held Despite The Stay Of BCG.

હોબાળો:વકીલ મંડળની સભામાં બંધારણમાં સુધારા મુદ્દે તડાફડી,કાગળો ફાડ્યા, બીસીજીનો સ્ટે છતાં સાધારણ સભા યોજાઇ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દિવાળીપુરા કોર્ટ સંકુલમાં વકીલોની સભા તોફાની બની હતી, જેમાં કેટલાક વકીલોએ કાગળ ફાડી નાખ્યા હતા. - Divya Bhaskar
દિવાળીપુરા કોર્ટ સંકુલમાં વકીલોની સભા તોફાની બની હતી, જેમાં કેટલાક વકીલોએ કાગળ ફાડી નાખ્યા હતા.
  • સર્વાનુમતે મંજૂરી મળી હોવાનો ઇન્ચાર્જ પ્રમુખનો દાવો

વડોદરા વકીલ મંડળના બંધારણમાં થયેલા સુધારાને મંજૂરી આપવા માટે ગુરવારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે સ્ટે આપ્યો હોવા છતાં વકીલ મંડળની સાધારણ સભા બોલાવવામાં આવતાં તે ભારે તોફાની બની હતી. બન્ને પક્ષે ઉગ્ર બોલાચાલી થયા બાદ કેટલાક વકીલોએ કાગળની નકલ ફાડી હતી. દોઢ થી બે કલાક સુધી સભામાં તડાફડી થયા બાદ ઇન્ચાર્જ પ્રમુખે સુધારાને સર્વાનુમતે મંજૂરી મળી હોવાનો દાવો કર્યો હતો તો બીસીજીના સભ્ય અને વકીલ મંડળના પૂર્વ પ્રમુખે સભામાં ભારે વિરોધ થતાં કોઇ સુધારાને મંજૂરી મળી ન હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વકીલ મંડળના બંધારણમાં અગાઉ સુધારા કરવામાં આવ્યાં હતા અ્ને તેને સાધારણ સભામાં મંજૂરી મળે તે માટે ગુરુવારે સભા બોલાવાતાં બીસીજીએ સભા યોજવા સામે સ્ટે આપ્યો હતો. જો કે ગુરુવારે નિર્ધારિત સમયે દીવાળીપુરા કોર્ટ સંકુલમાં વકીલ મંડળની સભા યોજાઇ હતી. જેમાં બંધારણમાં સુધારા મુદે દોઢ કલાક સુધી તડાફડી થઇ હતી. આખરે સુધારાને મંજૂરી મળ્યાના દાવા સાથે સભા પૂરી કરાઇ હતી.

ચર્ચા બાદ સર્વાનુમતે સુધારાને મંજૂરી અપાઇ: કાર્યકારી પ્રમુખ
કાર્યકારી પ્રમુખ હસમુખ ભટ્ટે જણાવ્યું હતું કે, કાયદાની જોગવાઇ મુજબ સભા એડવોકેટ ચંન્દ્રકાંત ભટ્ટના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેેમાં 300થી વધુ વકીલો હાજર હતા. ચર્ચાના અંતે સર્વાનુમતે સુધારાને મંજૂરી અપાતાં હવે કોઇ પણ વકીલ મંડળના હોદ્દા પર બેથી વધુ વખત ચૂંટણી જીત્યા બાદ ચૂંટણી નહી લડી શકે. સભ્ય ફીને મંજૂરી અપાઇ છે. બીસીજીના સભ્ય હોય તે પણ ચૂંટણી નહી લડી શકે. સુધારાને મંજૂરી મળતા આગામી ચૂંટણીમાં તેનો અમલ કરાશે.

સભાનો ફિયાસ્કો, સુધારાને મંજૂરી ન મળી: પૂર્વ પ્રમુખ
વકીલ મંડલના પૂર્વ પ્રમુખ નલીન પટેલે જણાવ્યું હતુ કે, સભામાં ભારે ફિયાસ્કો થયો છે. વકીલોએ મોટી સંખ્યામાં સુધારાનો વિરોધ કરતાં સુધારાને મંજૂરી મળી શકી નથી. આમ પણ બીસીજીએ જ્યારે સભા સામે સ્ટે આપેલો છે તેના આદેશનું પાલન થયું નથી.

અન્ય સમાચારો પણ છે...