લગ્નોત્સવ:108 દિવ્યાંગોનો સમૂહ લગ્નોત્સવ; સિરીયલનાં કલાકારો, ડાંગના નૃત્યકારોએ આકર્ષણ જમાવ્યું

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુભાનપુરા ઝાંસીની રાણી ગ્રાઉન્ડ ખાતે શનિવારે સાંઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગોનો સમૂહ લગ્નોત્સવ યોજાયો - Divya Bhaskar
સુભાનપુરા ઝાંસીની રાણી ગ્રાઉન્ડ ખાતે શનિવારે સાંઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગોનો સમૂહ લગ્નોત્સવ યોજાયો
  • સાંઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજન, 10થી વધુ સંતે યુગલોને આશીર્વાદ આપ્યા
  • પ્રદેશ પ્રમુખ પાટીલે​​​​​​​ પેજ પ્રમુખોનું કામ બિરદાવ્યું

શ્રી સાંઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ પાસે 108 દિવ્યાંગોનો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં વર-વધૂના સગા-વહાલા ઉપરાંત આસપાસની સોસાયટીના રહીશો પણ જાનૈયા તરીકે જોડાયાં હતાં. વરઘોડામાં વિવિધ પ્રદેશોના કલાકારોના નૃત્યે આકર્ષણ જમાવ્યું હતું. 10થી વધુ સંતોએ 108 યુગલને આશીર્વાદ પાઠવ્યા હતા.

શ્રી સાંઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટના રાજેશ આયરે દ્વારા આયોજિત 108 દિવ્યાંગોના લગ્નોત્સવમાં સુભાનપુરા વેરાઈ માતાના મંદિરેથી વરઘોડો નીકળ્યો હતો. જેની આગળ ડાંગના કલાકારોએ સ્થાનિક નૃત્ય પ્રદર્શિત કર્યું હતું. આ ઉપરાંત જાનૈયાઓ પણ ગરબા-ટીમલી રમીને ઉત્સાહિત થઈ ઝૂમી ઊઠ્યાં હતાં. લગ્નોત્સવમાં પ્રસિદ્ધ ટીવી-સિરિયલના કલાકારોએ પણ આકર્ષણ જમાવ્યું હતું.

લગ્નોત્સવમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, સાંસદ રંજનબેન ભટ્ટ, મંત્રી મનીષાબેન વકીલ, પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, મેયર કેયુર રોકડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. ટ્રસ્ટ દ્વારા 1 લાખથી વધુની 65 વસ્તુ કન્યાદાનમાં અપાઈ હતી.

રાજેશ આયરેએ જણાવ્યું કે, 250 બૂથ અને પેજ સમિતિના કાર્યકરોએ દિવ્યાંગોને ઊંચકીને લાવવાનું કામ કર્યું છે. સમૂહ લગ્નમાં 2 હજાર લોકોને ભેગા કર્યાં છે. પ્રદેશ પ્રમુખ પાટીલે પેજ પ્રમુખોની કામગીરી બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...