આપઘાત:પરિણીત યુવકે પ્રેમિકા સાથે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાદરાના રાયપુરા ખાતે પ્રેમી પંખીડાંએ અંતિમ પગલું ભર્યું

પાદરાના જાસપુર ખાતે રહેતા પરિણિત યુવકે પ્રેમીકા સાથે જૂના ઘરે ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. પાડોશીને દુર્ગંધ મારતા ઘર ખોલીને જોતાં યુવક અને પ્રેમીકાના મૃતદેહ મળી આવ્યા હતા. બંનેએ ત્રણ દિવસ અગાઉ સજોડે આપઘાત કર્યો હોવાનું મનાઈ રહ્યું છેય. પ્રાપ્ત વિગતો અનુસાર, પાદરાના જાસપુર પાસે 23 વર્ષિય મહેન્દ્રભાઇ રમેશભાઇ પઢીયાર રહેતા હતા. તેઓ ખાનગી કંપનીમાં કામ કરતા હતા. પોલીસ સુત્રના જણાવ્યા પ્રમાણે, યુવાનના માર્ચ માસમાં લગ્ન થયા હતા અને તેની પ્રેમીકા સાથે પ્રેમસંબંધ હતા. લગ્ન થયા બાદ પત્ની વારંવાર પોતાના પિયર જતી હોવાને કારણે યુવક પરેશાન રહેતો હતો. પત્ની પિયર ગઇ હોવાથી પરિવારના સભ્યો સાથે છુટાછેડા અંગેની વાત શરૂ કરી હતી.

5 માસના લગ્નજીવન બાદ યુવકની પત્ની પિયર જતી રહી હતી
દરમિયાન 17 ઓગસ્ટ બાદથી યુવકે તેના પરિવારજનોના ફોન લેવાના બંધ કરી દીધા હતા. યુવકના રાયપુરા ખાતે આવેલા મકાનમાં પાછલા દરવાજેથી ઘુસીને યુવકે પ્રેમિકા સાથે ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. આ અંગે યુવકના પરિવારજનો અજાણ હતા. થોડાક દિવસ બાદ ઘરમાંથી દુર્ગંધ આવતા પાડોસીઓએ યુવકના પરિવારજનોને જાણ કરી હતી. પરિવારજનોએ ઘર ખોલતા યુવક અને તેની પ્રેમીકાનો મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારજનોએ સમગ્ર મામલાની પોલીસને જાણ કરી હતી. વડોદરા તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી. બનેના મૃતહેદનું પોસ્ટમોર્ટમ કરવાનું હોવાથી તેને એસ.એસ.જી હોસ્પિટલ ખાતે આવેલા કોલ્ડરૂમમાં ખસેડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...