લગ્નની લાલચે દુષ્કર્મ:વડોદરાની યુવતી પર સુરતના પરિણીત યુવકનું દુષ્કર્મ, પહેલીવાર ગર્ભપાત કરાવી નાખ્યા બાદ ફરી ગર્ભવતી થતા છોડીને ભાગી ગયો

વડોદરા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • મહિલાને પતિ સાથે મન મેળાપ ન થતા બાદ અલગ રહેતી હતી
  • યુવકની લગ્ન થઈ ગયા હોવા છતાં લગ્નની લાલચ આપી હતી

વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં રહેતી 24 વર્ષીય મહિલા સાથે સોશિયલ મીડિયાની ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન મારફતે મૂળ બનાસકાંઠાના વાઘોર ગામનો અને હાલ સુરત ખાતે રહેતા પરિણીત યુવકે સંપર્ક કેળવી મહિલા સાથે પ્રેમસંબંધ બાંધી લગ્ન કરવાની લાલચ આપી અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચાર્યા બાદ મહિલા પ્રેગ્નન્ટ થતા યુવકે મહિલાને ગોળીઓ ખવડાવી ગર્ભપાત કરાવ્યો હતો. આ ઉપરાંત ફરીવાર મહિલા ઉપર દુષ્કર્મ આચર્યા બાદ મહિલા પ્રેગ્નેન્ટ થતા યુવકે ગર્ભપાત કરાવવાનું જણાવતા બંને વચ્ચે ઝઘડો થતા યુવકે મહિલાને છોડી નાસી ગયો હતો. આખરે મહિલાએ પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક વિરુદ્ધ બળાત્કારની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

યુવતી ડભોઇ રોડ ઉપર ભાડાના મકાનમાં રહેતી હતી
શહેરના ગાજરાવાડી વિસ્તારમાં રહેતી 24 વર્ષીય મહિલાએ પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી કે, હાલ તેણી ધર્મના ભાઈ સાથે રહે છે. મહિલાના પ્રથમ લગ્ન મહીસાગર જિલ્લાના બોકર ગામમાં રહેતા યુવક સાથે થયા હતા. જોકે મહિલાને પતિ સાથે મન મેળાપ ન થતા તેણી પંદર દિવસ પતિ સાથે રહ્યા બાદ અલગ રહેવા જતી રહી હતી. ત્યારબાદ મહિલા વડોદરામાં મકાન લે વેચનું અને ભાડેથી કામ કરતા વ્યક્તિની ઓફિસમાં કમિશન ઉપર નોકરી કરતી હતી. અને વડોદરામાં ડભોઇ રોડ ઉપર ભાડાના મકાનમાં રહેતી હતી.

લગ્ન કરવાના હોવાનું જણાવી પાકો વિશ્વાસ આપ્યો
દરમિયાન સોશિયલી મીડિયાની ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન મારફતે માર્ચ 2021માં મહિલાનો સુરતના મુકેશ પદમા ચૌધરી સાથે સંપર્ક થયો હતો. સંપર્ક થયા બાદ મહિલા અને મુકેશ વચ્ચે અવાર નવાર ફોન પર વાત થતી હતી. જેથી મિત્રતા પ્રેમસંબંધમાં ફેરવાય હતી. ત્યારે મુકેશે તે પોતે સુરતમાં હીરાની ફેક્ટરીમાં કામ કરતો હોવાનું અને મૂળ બનાસકાંઠા જિલ્લાનો વાઘોર ગામનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. તેમજ મુકેશની સમાજની રહે અન્ય યુવતી સાથે સગાઈ થઇ હોય પરંતુ તેને મહિલા સાથે પ્રેમ થતા તેને મહિલા સાથે જ લગ્ન કરવાનો હોવાનું જણાવી પાકો વિશ્વાસ આપ્યો હતો.

મહિલા સાથે જ ભાડાના મકાનમાં રહેવા લાગ્યો હતો
વર્ષ 2021ના એપ્રિલ માસમાં મુકેશ સુરતથી વડોદરા આવી ગયો હતો અને મહિલા સાથે ભાડાના મકાનમાં રહેવા લાગ્યો હતો. ત્યારે મુકેશે તેના પરિવાર સાથે મહિલાની વાત કરાવી મહિલાને લગ્ન કરવાનો પૂરો વિશ્વાસ આપી આવાર નવાર શારીરિક સુખ માણી દુષ્કર્મ આચર્યું હતું. થોડા સમય બાદ મહિલા બીમાર પડી હતી. ત્યારે મુકેશે માસીના દીકરાના જણાવ્યા અનુસાર પ્રેગ્નેન્સી કીટ લાવી તપાસ કરતા મહિલા પ્રેગ્નેન્ટ હોવાનું જણાવા મળ્યું હતું. ત્યારે મુકેશે મેડિકલ સ્ટોરમાંથી ગોળીઓ લાવી મહિલાને ખવડાવી ગર્ભપાત કરાવ્યો હતો.

યુવકના લગ્ન થઈ ગયા હોવાની જાણ થઈ હતી
દરમિયાન મુકેશના લગ્ન થઇ ગયા હોય અને તેની પત્ની મુકેશના માતા પિતા સાથે રહેતી હોવાનું જણાવા મળ્યું હતું. ત્યારે મહિલાએ તે બાબતે મુકેશને પૂછતાં મુકેશે મારે મારી પ્રથમ પત્નીને છૂટાછેડા આપી દેવા છે અને તારી સાથે જ લગ્ન કરવા છે તેમ જણાવી વિશ્વાસ કેળવી ફરીથી અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે મહિલા ફરીથી પ્રેગેન્ટ થઇ હતી. ત્યારે મુકેશે ફરીથી ગોળીઓ ગળી ગર્ભપાત કરવાનું જણાવ્યું હતું. ત્યારે મહિલાએ તેવું કરવાનું ના પડતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યારે મુકશે મહિલાને છોડી ત્યાંથી નાસી ગયો હતો. આખરે બનાવ અંગે મહિલાએ પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મુકેશકુમાર પદમાં ચૌધરી વિરુદ્ધ બળાત્કારની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.