કાર્યવાહી:ભાડે મકાન રાખી દારૂ વેચતો એક શખ્સ ઝડપાયો

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મકરપુરા પોલીસની ટીમ માણેજામાં પેટ્રોલિંગમાં હતી તે સમયે તેઓને માહિતી મળી હતી કે માણેજા ઓમકાર રેસીડન્સીમાં ભાડાના મકાનમાં રહેતાં જીતેન્દ્ર ઠાકોરે ઘરે દારૂનો જથ્થો મૂકી રાખ્યો છે. જેથી પોલીસે દરોડો પાડી મકાનની તલાશી લેતાં બેડમાંથી દારૂની 300 નંગ બોટલ મળ્યા હતા. પોલીસે મકરપુરા ગામના જીતેન્દ્ર ઠાકોરની અટકાયત કરી હતી. દારૂનો જથ્થો છોટાઉદેપુરના કંચન ભીલ નામના મિત્રએ આપ્યો હોવાનું તેણે જણાવતા ે પોલીસે 90 હજારનો વિદેશી દારૂ જપ્ત કરી કંચન ભીલને વોન્ટેડ જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...