તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • A Man From Akhdol Village In Nadiad Has Viralized Ex girlfriend's Personal Videos, Repeatedly Blackmailing Her Despite Demanding Marriage.

હવસખોર પ્રેમીની હરકત:નડિયાદના આખડોલ ગામના શખ્સે પૂર્વ પ્રેમિકાના અંગતપળના વીડિયો વાઇરલ કર્યા, લગ્ન થયા હોવા છતાં વારંવાર સેક્સની માગ કરી બ્લેકમેઇલ કરતો હતો

વડોદરા, નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
નંદેસરી પોલીસ સ્ટેશનની ફાઇલ તસવીર - Divya Bhaskar
નંદેસરી પોલીસ સ્ટેશનની ફાઇલ તસવીર

પરિણીત પ્રેમિકાને લગ્ન પૂર્વે માણેલા શારીરિક સુખના વીડિયો વાયરલ કરવાની ધમકી આપી શારીરિક સુખ માણવા માટે પ્રેમી મજબૂર કરતો હતો. પરિણીતાએ હવસખોર પ્રેમીને વશ ન થતાં હવસખોર પ્રેમીએ વીડિયો વાયરલ કરી દેતા યુવતીએ પોતાનું લગ્નજીવન બચાવવા હવસખોર પ્રેમી સામે ફરિયાદ નોંધાવી છે. નંદેસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે વિગત એવી છે કે, નડિયાદ તાલુકાના આખડોલ ગામના રહેવાસી મુકેશ લક્ષણભાઇ પરમાર કલરકામનો વ્યવસાય કરે છે. મુકેશને વર્ષોથી આશા (નામ બદલ્યું છે) નામની યુવતી સાથે પ્રેમ સંબધ હતો. પ્રેમના દિવસોમાં બંને અવારનવાર મળતા હતા અને તેઓ શારિરીક સુખ પણ માણતા હતા.

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

દોઢ મહિના પહેલાં જ લગ્ન કર્યા હતા
પ્રેમના પવિત્ર શબ્દનો મુકેશે દૂર ઉપયોગ કરી આશાને અંધારામાં રાખી અંગતપળોના વીડિયો ઉતારી લીધા હતાં અને તે વીડિયો દ્વારા આશાને બ્લેકમેઇલ કરી પોતાની હવસ પૂરી કરતો હતો. આશા પણ હવસખોર પ્રેમી મુકેશથી ત્રાસી ગઇ હતી. પરંતુ, મુકેશ અંગતપળોના વીડિયો વાયરલ કરી ધમકી આપતો હોવાથી આશા કશું કરી શકતી ન હતી. દરમિયાન આશાનું દોઢ બે માસ પૂર્વે વડોદરા નજીક એક ગામમાં લગ્ન થયું હતું. આશાએ પોતાનો ભૂતકાળ ભૂલીને સુખમય સંસારીક જીવનની શરૂઆત કરી હતી. પરંતુ, તેના ભૂતકાળે પીછો છોડ્યો ન હતો.

આજીજી કરવા છતાં મુકેશે પીછો છોડ્યો નહોતો
લગ્નના થોડા દિવસ પછી હવસખોર મુકેશે પોતાની હવસ સંતોષવા આશાને ફોન કરવાનું ચાલુ કરી દીધું હતું. અને આશાને મળવા માટે દબાણ શરૂ કર્યુ હતું. આશાએ પોતાનું લગ્નજીવન બરબાદ ન કરવા માટે હવસખોર પ્રેમી મુકેશને આજીજી કરવા છતાં, મુકેશે પીછો છોડ્યો ન હતો. અને આશાને અંગતપળોના વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી એકાંતમાં મળવા માટે બોલાવવા મજબૂર કરતો હતો.
દરમિયાન પત્ની આશાને તેનો પૂર્વ પ્રેમી ફોન કરીને હેરાન કરતો હોવાની પતિને જાણ થતાં પતિએ મુકેશ પરમારને ધમકાવ્યો હતો. પરિણીત પ્રેમિકા આશાના પતિએ ધમકાવતા રોષે ભરાયેલા મુકેશ પરમારે આશા સાથેના અંગતપળોના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા હતા. અંગતપળોના વીડિયો વાયરલ થતા આશાએ હવસખોર મુકેશ રક્ષણભાઇ પરમાર સામે નંદેસરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અગાઉ પણ આવી ઘટનાઓ બની છે
આ ફરિયાદની તપાસ કરી રહેલા પી.આઇ. એ.કે. વાડીયાએ જણાવ્યું હતું કે, આ બનાવની શુક્રવારે નંદેશરી પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ છે. નડિયાદ તાલુકાના આખડોલ ગામના મુકેશ પરમાર સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે. જોકે શનિવાર રાત સુધી પકડાયો નથી. ઉલ્લેખનીય છે કે યુવતીઓને બ્લેક મેઇલ કરીને શારીરિક સુખ માણવા માટે મજબૂર કરવામાં આવે છે અને જો યુવતી વશમાં ન થાય તો અંગતળોના વિડીયો વાયરલ કરી દેવાની ઘટનાઓ સામે આવી રહી છે. વડોદરામાં તાજેતરમાં વકીલ અને તેઓની આસિસ્ટન્ટનો વિડીયો વાયરલ થયો હતો. તે અગાઉ ભાજપના કાર્યકરનો વીડીયો વાયરલ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...