તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુનાખોરી બેફામ:પાદરામાં ટીફિનનું કામ કરતી મહિલાના ઘરમાં ચિકન બનાવવાના નામે ઘૂસેલો શખ્સ 3 તોલાની સોનાની ચેઈન તોડીને ફરાર

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મહિલાએ બુમરાણ કરતાં લોકો આવે એ પહેલાં જ ગઠિયો ફરાર થઈ ગયો
  • મહિલાએ પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

રાજ્યમાં ઘરફોડ, ચોરી અને લૂંટના બનાવો વધી રહ્યાં છે. તેની સાથે ચીલઝડપના કેસોમાં પણ વધારો નોંધાયો છે. હવે લૂંટારાઓ ઘરમાં ઘુસીને લૂંટ કરી રહ્યાં છે. તેમને પોલીસનો કોઈ ડર રહ્યો નથી. વડોદરાના પાદરામાં ટીફિન સર્વિસનું કામ કરતી મહિલાના ઘરમાં ચિકન બનાવવાના નામે ઘૂસી ગયેલો શખ્સ મહિલાના ગળામાંથી 3 તોલાની સોનાની ચેઈન તોડીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને લઈને સમગ્ર પાદરામાં ચકચાર મચી જવા પામી છે.

ચિકન લેવા માટે શખ્સ ઘરમાં ઘૂસ્યો હતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરા જિલ્લાના પાદરા નગરપાલિકા વિસ્તારમાં અમિન ખડકીમાં સ્મિતાબેન રાજુભાઈ અમીન પરિવાર સાથે રહે છે. તેઓ ટીફિન સર્વિસનું કામ કરે છે. સાંજના સમયે તેઓ ઘરે હતાં આ દરમિયાન એક વ્યક્તિ કાચું ચિકન લઈને ઘરમાં ઘૂસ્યો હતો. સ્મિતા બહેને તેને ઘરમાં આવવાનું કારણ પૂછતાં તે કાચુ ચિકન લઈને આવ્યો છે અને તેને બનાવવાનું છે એમ કહ્યું હતું.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

1.35 લાખની કિમતની સોનાની ચેઇન લૂંટાઈ
આ વાત ચાલતી હતી. ત્યારે જ ઘરમાં ઘૂસેલો યુવાન સ્મિતાબહેનના ગળામાં હાથ નાખી 3 તોલા વજનની સોનાની ચેઇન તોડીને ફરાર થઇ ગયો હતો. સ્મિતાબહેને બુમરાણ પણ મચાવી હતી. પરંતુ ગઠિયો લોકો આવે તે પહેલાં ફરાર થઇ ગયો હતો. દરમિયાન સ્મિતાબહેને પાદરા પોલીસ સ્ટેશનમાં તમામ હકીકત સાથે રૂપિયા 1.35 લાખની કિમતની સોનાની ચેઇન લૂંટી ગયાની ફરિયાદ નોધાવી હતી. પાદરા પોલીસે આ ચકચારી બનાવ અંગે અજાણ્યા આશરે 5 ફૂટ ઉચા વ્યક્તિ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.