વડોદરાના સમાચાર:શહેરમાં પતંગની દોરીથી એક વકીલ અને એક બાજ પક્ષી ઘાયલ, કમાટીબાગમાં જર્જરિત બ્રિજનુ રિપેરિંગ શરુ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સમા વિસ્તારમાં દોરીથી બાજ પક્ષીને ઇજા. - Divya Bhaskar
સમા વિસ્તારમાં દોરીથી બાજ પક્ષીને ઇજા.

ડિસેમ્બર મહિનો હજુ મધ્યમાં છે અને ઉત્તરાયણ પર્વને એક મહિનાનો સમય બાકી છે. ત્યારે દોરીને કારણ ઘાયલ થવામાં માણસોથી લઇને પક્ષીઓ પણ ઇજાગ્રસ્ત થઇ રહ્યા છે. વડોદરામાં જયરત્ન રોડ પરથી વકીલ કરન કેસરકર ટુ-વ્હિલર પર પસાર થઇ રહ્યા હતા. ત્યારે અચનાક તેમના ગળામાં પતંગની દોરી ફસાઇ હતી અને તેમને ગળે ચીરો પડી જતાં ઇજા થઇ હતી. જો કે સદનસિબે ઇજા ગંભીર નહીં હોવાથી તેમનો બચાવ થયો હતો.

પતંગની દોરીથી બાજ પક્ષી ઘાયલ
બીજી તરફ આજે વડોદરાના સમા વિસ્તારમાં આવેલ શાંતિનગરમાંથી સ્થાનિક દ્વારા એનિમલ રેસ્ક્યુની કામગીરી કરતી સંસ્થા GSPCAને જાણ કરવામાં આવી હતી કે એક બાજ પક્ષી દોરામાં ફસાયેલું છે. જેથી સંસ્થાના રમેશભાઇ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બાજને રેસ્ક્યુ કર્યું હતું. બાજ પક્ષી સંરક્ષિત જાતિમાં આવતું હોવાથી તેને વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યું છે.

કમાટીબાગમાં બ્રિજનું રિપેરિંગ.
કમાટીબાગમાં બ્રિજનું રિપેરિંગ.

કમાટીબાગમાં જર્જરિત બ્રિજનું રિપેરિંગ શરૂ
જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં લોકો ફરવા માટે આવે છે તેવા કમાટીબાગમાં જર્જરિત થઇ ગયેલા બ્રિજનું રિપેરિંગ કામ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. મોરબીમાં સર્જાયેલ દુર્ઘટના બાદ કોર્પોરેશન દ્વારા વિવિધ બ્રિજનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં કમાટીબાગના ગેટ નંબર 1 પાસે આવેલ વર્ષો જૂનો બ્રિજની જર્જરિત હોવાથી તેના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે.