કમાટીબાગમાં શરૂ કરાયેલી જોય ટ્રેનમાં પાલિકા સાથે થયેલા એમઓયુના કાયદાનું પાલન થતું નથી તેવા આક્ષેપ થયા છે. જોય ટ્રેનના પાટા કટાઈને સડી ગયા છે. જેથી અકસ્માત થવાની ભીતિ છે. જેથી જોય ટ્રેનને બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
જાગૃત નાગરિક અમિત રાજે મ્યુ.કમિશનરને પત્ર લખી જણાવ્યું છે કે 2012માં પીપીપી ધોરણે શરૂ કરાયેલી જોય ટ્રેનમાં પાલિકા સાથે કરારની શરતોનું પાલન થતું નથી. કોન્ટ્રાક્ટરે હજુ ફિટનેસ સર્ટિફિકેટ મેળવ્યું નથી. જોય ટ્રેનનો ટ્રેક સંપૂર્ણ રીતે માટીમાં બેસી ગયો છે. ટ્રેકમાં વપરાતો સ્લીપર મેટલના પથ્થરની ઉપર લગાવવાનો હોય છે તે ઓછો છે. પાટા ઘણી જગ્યાએ કાટથી સડી ગયા છે. બે પાટા વચ્ચે યોગ્ય અંતર નથી. હાથથી ઉખાડી શકાય તેવો કાટ લાગેલો છે. ફીશ પ્લેટમાં નટબોલ્ટ નથી. જ્યારે આ અંગે જોય ટ્રેન ચલાવતી ખોડલ કોર્પોરેશનના મેનેજર હિમાંશુ સોનીએ કહ્યું કે, અમારી પાસે ફિટનેસ સર્ટિ છે અને અમે પાટાનું મેન્ટેનેન્સ કરીએ છીએ. પાટા સારા જ છે.
જોય ટ્રેનનો ટ્રેક રેલવેની ગાઈડ લાઈન મુજબ નથી, લેયર પણ યોગ્ય નથી
અમિત રાજે જણાવ્યું કે રેલવે ટ્રેક અંગે રેલવે અધિકારી મુજબ ટ્રેકની નીચે માટીનું લેયર હોય છે. તેની ઉપર નાના પથ્થરોનું લેયર હોય છે. મેટલના પથ્થરોની સાઈઝ 40થી 80 એમએમ હોય છે. તેની ઉપર સ્લેપાટ બેસાડાય છે. તેની ઉપર રેલના પાટા મુકાય છે. ટ્રેકના પાટાનું આયુષ્ય વધુમાં વધુ 10 વર્ષનું હોવું જોઈએ. અહીં આવી કોઈ ગાઇડલાઇનનું પાલન કરાયું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.