હાઇડ્રોજન બલૂન:પાણીગેટમાં સર્વેલન્સ માટે મૂકેલું હાઇડ્રોજન બલૂન ઉતારી લેવાયું

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પવન વધતાં નુકસાન ન પહોંચે તે ઉતાર્યું : પોલીસ

કોરોનાગ્રસ્ત વિસ્તાર પાણીગેટમાં 24 કલાક સર્વેલન્સ માટે લગાવાયેલું હાઇડ્રોજન બલૂન હવાનું જોર વધતા પોલીસ વિભાગે તકેદારીના ભાગરૂપે નીચે ઉતાર્યું હતું. રેડ ઝોનમાં 24 કલાક સર્વેલન્સ કરી શકાય તે માટે શહેર પોલીસે હાઇડ્રોજન બલૂન મૂક્યું હતું. હાઇડ્રોજન બલૂન પર કેમરા અને પોલીસની ફ્લેશ લાઈટ મૂકવામાં આવ્યા છે. જેના દ્વારા રેડ ઝોન વિસ્તારમાં થતી ગતિવિધિ પર નજર રાખવામાં આવે છે.

પોલીસે શરૂઆતમાં તાંદલજા, ત્યારબાદ નાગરવાડા અને હાલમાં પાણીગેટ વિસ્તારમાં હાઇડ્રોજન બલૂન મૂક્યું છે. જોકે આ બલૂન આજે એકાએક નીચે આવી ગયું હતું. આ અંગે ડીસીપી ઝોન 3 સંજય ખરાડના જણાવ્યા અનુસાર હાલમાં હવાનું જોર વધ્યું છે. જેના કારણે હાઇડ્રોજન બલૂન હવામાં આમતેમ ડોલી રહ્યું છે. બલૂન પર કેમેરા સહિતની વસ્તુઓ લગાવવામાં આવી છે. જે હવાના કારણે નીચે પડી શકે છે  જેથી બલૂન નીચે ઉતાર્યું છે.

અન્ય સમાચારો પણ છે...