ઢોરના કારણે એક સપ્તાહ પહેલા જ 2 વિદ્યાર્થીઓના અકસ્માત થયો હતો. ત્યાંરે ઢોર પાર્ટી ફરીએક વાર એક્શનમાં આવતી દેખાઈ રહી છે. કલાલી વિસ્તારમાં બુધવારે મોડી સાંજે ઢોર પાર્ટી ઢોરને પકડવા નિકળી હતી ત્યારે ભરવાડ વચ્ચે આવ્યો હતો અને ઢોર પાર્ટી સામે મારામારી કરી હતી જેથી ઢોર પાર્ટીના અધિકારીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
બુધવારે મોડી સાંજે કંટ્રોલ રુમમાં ગોપાલ તડવી નામના વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું હતું કે કલાલી વિસ્તારમાં ખિસકોલી સર્કલ પાસે આવેલા ગુલાબી વુડાના મકોના પાસે કેટલીક ગાયો બેઠી છે. જેથી ઢોર પાર્ટીના અધિકારી અને પોલીસ કાફલો ખિસકોલી સર્કલ પાસે ગાય પકડવા માટે ગયો હતો. દરમિયાનમાં વુડાના મકાન પાસે એક બાઈક ગાડીની સામે ઉભો રહી ગયો હતો અને મોટે-મોટેથી બૂમો પાડવા લાગ્યો હતો.
જેથી તેની સાથે વાત કરવા જતા તે મોટે-મોટેથી બોલવા લગ્યો હતો કે હું તમને ગાયો નહીં લઈ જવા દઉ, અને તેણે પોલીસ અને ઢોર પાર્ટીના અધિકારીઓ સાથે મારામારી કરી વેન્કેટેશ્વરરાવને ગાળો આપતા પોલીસે તેને પકડી લઈને કંટ્રોલમાં જાણ કરી હતી. પૂછપરછમાં આ શખ્સે તેનું નામ હરેશ ભરવાડ જણાવ્યું હતું . તેના વિરુદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે તેના વિરુદ્ધ કાર્યાવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.