વડોદરામાં 5મા મેકર ફેસ્ટ-2023 મેગા-એડીશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા સ્માર્ટ હેલ્થ એટીએમ કે જે દર્દીઓના પ્રિસ્ક્રિપ્શન મુજબ જરૂરી દવાઓ આપશે તે સહિતના મોડેલો રજૂ કરાશે. આ મહોત્સવમાં અતિથિવિશેષ તરીકે લાઈફલાઇન ફાઉન્ડેશનના પદ્મ ડો. સુબ્રતો દાસ ઉપસ્થિત રહેશે.
ટેક્નોલોજી અને એન્જિનિયરિંગ ફેકલ્ટીના ગ્રાઉન્ડમાં 28-29 જાન્યુઆરીના રોજ 5મા મેકર ફેસ્ટના વડોદરા-23 મેગા એડીશનનું આયોજન કરાયું છે. જેમાં વિવિધ ક્ષેત્રોના સંશોધકો જેવા કે ટેક્નોલોજી (હાર્ડવેર અને સૉફ્ટવેર), શિક્ષણ, પર્યાવરણ, કલા, ફિઝિયોથેરાપી પ્યોર સાયન્સ, ફાર્મસી કૃષિ અને કારીગરોનો એકસાથે સમન્વય જોવા મળશે.
2019થી અત્યાર સુધીમાં 230થી વધુ સર્જક ટીમો, ક્લાકારો અને શોખીનો સંશોધકોએ તેમની રચનાઓ 28 હજારથી વધારે મુલાકાતીઓ સમક્ષ પ્રદર્શિત કરી છે અને આજ દિન સુધીમાં કુલ રૂપિયા 5.60 લાખના ઈનામો જીત્યા છે. ફેસ્ટમાં રોકેટ-મોડેલિંગ (વર્કિંગ મોડલ), સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગ રજૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ બનાવેલા વિવિધ પ્રોજેકટોમાં સ્માર્ટ હેલ્થ એટીએમ રજૂ થશે જે દર્દીના પ્રિસ્ક્રિપ્શન અને મેડિકલ હિસ્ટ્રીને સાચવી પ્રિસ્ક્રિપ્શન મુજબ જરૂરી દવાઓનું વિતરણ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.