તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રીજી લહેરને આમંત્રણ આપતા દ્રશ્યો:પાવાગઢમાં દર્શન માટે દોઢ લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા, કોઇએ માસ્ક ન પહેર્યા, સોશિયલ ડિસ્ટન્સ ન જળવાયુ

હાલોલ3 મહિનો પહેલા
દોઢ લાખ શ્રદ્ધાળુુઓ ઉમટી પડતા
  • તળેટીથી માચી જવા ST બસની સુવિધા ન હોવાથી યાત્રાળુઓને 6 ઘણુ ભાડું આપીને જીપોમાં મુસાફરી કરવી પડી

કોરોનાની બીજી લહેર બાદ યાત્રાધામો ખુલ્યા પછી પાવાગઢમાં રવિવારે દોઢ લાખ જેટલા યાત્રાળુઓ ઉમટી પડ્યા હતા. જેને પગલે ઠેર-ઠેર ટ્રાફિકજામ સાથે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નહોતુ અને કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતા દ્રશ્યો જોવા મળ્યા હતા. આટલી મોટી સંખ્યામાં ભક્તો મહાકાળી માતાના દર્શને ઉમટી પડતા તંત્ર પણ અવઢવમાં મૂકાઇ ગયું હતું.

યાત્રાળુઓને 6 ઘણુ ભાડું આપીને જીપોમાં જીવના જોખમે મુસાફરી કરવી પડી
બીજી તરફ તળેટીથી માચી જવા ST બસની સુવિધા ન હોવાથી યાત્રાળુઓને બસ કરતા 6 ઘણુ ભાડું આપીને ખાનગી જીપોમાં જીવના જોખમે મુસાફરી કરવાનો વારો આવ્યો હતો. ST બસમાં મુસાફર દીઠ માત્ર 8 રૂપિયા ભાડું છે, જ્યારે ખાનગી જીપ ચાલકો 50 રૂપિયા ભાડું વસૂલે છે.

આટલી મોટી સંખ્યામાં ભક્તો મહાકાળી માતાના દર્શને ઉમટી પડતા તંત્ર પણ અવઢવમાં મૂકાઇ ગયું
આટલી મોટી સંખ્યામાં ભક્તો મહાકાળી માતાના દર્શને ઉમટી પડતા તંત્ર પણ અવઢવમાં મૂકાઇ ગયું

છેલ્લા 6 મહિના બાદ પહેલી વખત આટલી મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડ્યા
કોરોનાની સંભવિત ત્રીજી લહેર પેહલા જ પાવાગઢમાં આટલી મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડતા તંત્ર માટે મોટી ચિંતાનો વિષય બન્યો છે. કોરોનાના ડર વગર હજારોની સંખ્યામાં લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરતા જોવા મળ્યા હતા. આજે રવિવારને લઇને મોટી સંખ્યામાં ઉમટેલા યાત્રાળુઓમાં 7 હજારથી વધુ લોકોએ રોપ-વે સેવાનો લાભ લીધો હતો. છેલ્લા 6 મહિના બાદ પહેલી વખત આટલી મોટી સંખ્યામાં યાત્રાળુઓ પાવાગઢમાં ઉમટી પડ્યા હતા.

કોરોનાના ડર વગર હજારોની સંખ્યામાં લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરતા જોવા મળ્યા હતા
કોરોનાના ડર વગર હજારોની સંખ્યામાં લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરતા જોવા મળ્યા હતા

તંત્રના અણઘડ વહીવટને લઇને યાત્રાળુઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે
પાવાગઢ આવતા યાત્રાળુઓની સુખ સુવિધાઓ માટે સરકાર દ્વારા કરોડો રૂપિયા ફાળવ્યા છે, તેમ છતાં તેમ છતાં તંત્રના અણઘડ વહીવટને લઇને યાત્રાળુઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. માચી ખાતે વાહન પાર્કિંગની જગ્યા નહીંવત હોવાથી પાર્કિંગની મોટી સમસ્યા સર્જાય છે, જ્યારે પણ મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટે છે, ત્યારે પોલીસને માચી જતા વાહનો કલાકો સુધી રોકી રાખવા પડે છે, જ્યારે માચી પાર્કિંગમાં જગ્યા થયા બાદ જ બીજા વાહનોને ઉપર તરફ જવા દેવાય છે.

તળેટીથી માચી જવા ST બસની સુવિધા ન હોવાથી યાત્રાળુઓને 6 ઘણુ ભાડું આપીને જીપોમાં મુસાફરી કરવી પડી
તળેટીથી માચી જવા ST બસની સુવિધા ન હોવાથી યાત્રાળુઓને 6 ઘણુ ભાડું આપીને જીપોમાં મુસાફરી કરવી પડી
6 મહિના બાદ પહેલી વખત આટલી મોટી સંખ્યામાં યાત્રાળુઓ પાવાગઢમાં ઉમટી પડ્યા
6 મહિના બાદ પહેલી વખત આટલી મોટી સંખ્યામાં યાત્રાળુઓ પાવાગઢમાં ઉમટી પડ્યા