મારામારી:NSUIના નામનો ઉપયોગ કરતા જૂથનો પ્રમુખ-કાર્યકરો પર હુમલો

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
યુનિ ની કોમર્સ ફેકલ્ટી મેઈન બિલ્ડીંગ પાછળ આવેલી કેન્ટિન પાસે વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. - Divya Bhaskar
યુનિ ની કોમર્સ ફેકલ્ટી મેઈન બિલ્ડીંગ પાછળ આવેલી કેન્ટિન પાસે વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી.
  • કોમર્સ મેઇન બિલ્ડિંગની કેન્ટીન પાસે મારામારીથી દોડધામ
  • 25 તત્વો મારામારી કરીને પલાયન; વધુ અથડામણના એંધાણ

એમ. એસ. યુનિમાં કોમર્સ ફેકલ્ટી મેઇન બિલ્ડિંગ ખાતે NSUIના નામનો ઉપયોગ કરતા જૂથે NSUI પ્રમુખ સહિત 3 વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. મેઇન બિલ્ડિંગની કેન્ટીન પાસે મારા મારીની ઘટનાને પગલે દોડધામ મચી હતી. વીજીલન્સ વિદ્યાર્થીઓને છોડાવવા પડી હતી. 20થી 25 તત્વો મારામારી કરી પલાયન થઇ ગયા હતા. કોમર્સ ફેકલ્ટી ખાતે એનએસયુઆઇના કાર્યકર ના હોવા છતાં તેના નામે ચરી ખાતા એક જૂથે મારામારી કરી હતી. જેનો વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થયો હતો.

NSUI પ્રમુખ વ્રજ પટેલે જણાવ્યું કે આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થી હર્ષને શોધતા અમુક વિદ્યાર્થી કે જેમને NSUI સાથે લેવા દેવા નથી તે આવી મારામારી કરવા લાગ્યા હતા. મારી ઉપર તથા કાર્યકર પર પણ હુમલો કરાયો હતો. આ તત્વોઓ એનએસયુઆઇ ના સભ્યો નથી. તેમ છતાં એનએસયુઆઇના નામનો દુરઉપઓગ કરી રહ્યા છે બેચ પહેરીની ફરી રહ્યા છે કેમ્પસમાં વિદ્યાર્થીને ડરાવી રહ્યા છે. મારી સાથે બે વિદ્યાર્થીઓને ઇજા થઇ છે અમે પોલીસ ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

એનએસયુઆઇના નામે જે તત્વો સક્રિય થયા છે તે લોકોને પઠાણ ગ્રુપ દ્વારા સપોર્ટ આપવામાં આવી રહ્યો હોવાનું પણ એનએસયુઆઇના કાર્યકરો દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ વિદ્યાર્થીઓના નામ પર પઠાણ ગ્રુપ વિદ્યાર્થી સંઘની ચૂંટણી પહેલા કેમ્પસમાં સક્રિય થવાનો પ્રયાસ કરી રહ્યું છે ત્યારે વિજિલન્સ અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી નહિ કરવામાં આવે તો આગામી સમયમાં કેમ્પસમાં વધુ જૂથ અથડામણો થશે.

અન્ય સમાચારો પણ છે...