ઉજવણી:વડોદરામાં પરશુરામ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઇ

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભગવાન પરશુરામ જયંતિ નિમિત્તે આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું - Divya Bhaskar
ભગવાન પરશુરામ જયંતિ નિમિત્તે આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું
  • ભાજપ સહિત કોંગ્રેસના નેતાઓ પણ શોભાયાત્રામાં સામેલ થયા

વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ વડોદરા શહેર જિલ્લા દ્વારા ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાની આગેવાનીમાં ભગવાન વિષ્ણુ ના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામ જયંતિ નિમિત્તે આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર, રાજ્યકક્ષા મંત્રી મનિષા વકીલ , મેયર કેયુર રોકડિયા, ભાજપ શહેર અધ્યક્ષ ડો. વિજય શાહ, ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો. હિતેન્દ્રભાઇ પટેલ તથા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રાનું રસ્તામાં મુસ્લિમ બિરાદરો દ્વારા સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.

ભાજપના નેતાઓ શોભાયાત્રામાં સામેલ થયા હતા
ભાજપના નેતાઓ શોભાયાત્રામાં સામેલ થયા હતા

આ શોભાયાત્રા સુર્યનગરથી નીકળીને પાણીગેટ ટાંકી, મેમણ કોલોની ,આયુર્વેદિક, પાણીગેટ દરવાજા , માંડવી ,લેહરીપુરા, ગાંધીનગર ગૃહ થઈને અમદાવાદી પોળ ખાતે આવેલ પંચમુખી મહાદેવના મંદિરે મહાઆરતી સાથે પુર્ણાહુતી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...