ધાર્મિક:વલ્લભસૂરી મહારાજની સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
વલ્લભસૂરી મહારાજની સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે શહેરમાં જાની શેરી ખાતેથી શોભાયાત્રા નીકળી હતી. - Divya Bhaskar
વલ્લભસૂરી મહારાજની સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે શહેરમાં જાની શેરી ખાતેથી શોભાયાત્રા નીકળી હતી.

વડોદરાના પનોતાપુત્ર આચાર્ય વલ્લભસૂરી મહારાજ સાહેબની 68મી સ્વર્ગારોહણ તીથી નિમિત્તે શહેરમાં શનિવારના રોજ જાનીશેરી ખાતેથી વિશાળ શોભાયાત્રા નિકળી હતી. આ ઉપરાંત શહેરના વિવિધ સંઘોમાં પણ ઉજવણી કરાઈ હતી.

જૈન અગ્રણી દિપક શાહે જણાવ્યું હતું કે, વડોદરા શહેરના સૌ પ્રથમ જૈનસંઘની જાનીશેરી ખાતેથી એક વિશાળ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર નિકળી હતી. જેમાં આચાર્ય વિદ્યુતરત્નસૂરિ,ઉપાદ્યાય યોગેન્દ્ર વિજયજી, 103 વર્ષના તપસ્વી મુનિરાજ વિનયરત્ન વિજયજી સહિત સાધુ-સાધ્વીજી ભગવંતો શોભાયાત્રામાં જોડાયા હતાં. રવિવારના રોજ જાનીશેરી ખાતે વલ્લભસૂરી મહારાજ સાહેબના ચરિત્ર પર રંગોળી સ્પર્ધા પણ યોજાશે.એમ તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...