કાર પલટી ગઈ:વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર કાર ચાલક યુવતીએ સ્કૂટર ચાલકને ફંગોળ્યો, યુવતીની ધરપકડ

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્કૂટરને ટક્કર માર્યા બાદ કાર રોડ ઉપર પલટી ગઇ હતી.

વડોદરા શહેરના આજવા રોડ ન્યુ વીઆઇપી રોડ સુપર બેકરી પાસે મોડી રાત્રે માતેલા સાંઢની જેમ કાર લઇને પસાર થઈ રહેલી સ્કૂટર ચાલક યુવાનને અડફેટે લીધો હતો. કાર એટલી સ્પીડમાં હતી કે, કાર પલટી ખાઈ ગઈ હતી. આ ઘટના બનતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત સ્કૂટર ચાલક સહિત બેને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. વારસીયા પોલીસે કાર ચાલક યુવતીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

યુવતી અભ્યાસ કરે છે
રાજકોટની વતની અને વડોદરામાં અભ્યાસ કરતી ઋત્વી દિપકભાઇ સંગાડા મોડી રાત્રે 1:20 કલાકે કાર લઇને ન્યુ વીઆઇપી રોડ ઉપરથી પૂરપાટ પસાર થઇ રહી હતી. તે સમયે વારસીયા વિસ્તારમાં આવેલી પંચશીલ સોસાયટીમાં રહેતો ગૌતમ કમલભાઇ નાથાણી (ઉં.વ.20) પણ પોતાની એક્ટીવા સ્કૂટર લઇને પસાર થઇ રહ્યો હતો.

સ્કૂટર ચાલકને કારે ટક્કર મારી હતી.
સ્કૂટર ચાલકને કારે ટક્કર મારી હતી.

સ્કૂટર ચાલક ફૂટબોલની જેમ ઉછળ્યો
પુરપાટ કાર લઇને પસાર થઇ રહેલી યુવતી ઋત્વી સીંગાડાએ સ્કૂટર પર સવાર ગૌતમ નાથાણીને જોરદાર ટક્કર મારતા ગૌતમ ફૂટબોલની જેમ રોડ ઉપર ફંગોડાઇ ગયો હતો. અને ઋત્વીની કાર ધડાકા સાથે રોડ ઉપર પલટી ખાઇ ગઇ હતી. કાર એટલી સ્પિડમાં હતી કે કાર શિર્ષાસન થઇ ગઇ હતી. મોડી રાત્રે ધડાકા સાથે થયેલા આ બનાવને પગલે પસાર થતા લોકો અને સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા. અને સ્કૂટર ચાલક યુવાન ગૌતમ સહિત બેને ગંભીર ઇજા પહોંચી હોઇ, હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

વિસ્તારના લોકો એકઠા થઈ ગયા
રાત્રે 1:20 કલાકે બનેલા અકસ્માતના આ બનાવની જાણ વારસીયા પોલીસને કરવામાં આવતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને કાર ચાલક ઋત્વી સીંગાડા સામે ગુનો દાખલ કરી તેની અટકાયત કરી લીધી હતી. આ કાર ચાલક યુવતીએ કોઇ નશો કરેલી હાલતમાં હતી કે, કેમ તે અંગે પણ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું હતું. મોડી રાત્રે બનેલા આ બનાવે વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી.

સ્કૂટર હાડપીંજરમાં ફેરવાઇ ગયું.
સ્કૂટર હાડપીંજરમાં ફેરવાઇ ગયું.

કાર અને સ્કૂટરનો કચ્ચરઘાણ
મોડી રાત્રે સર્જાયેલા આ અકસ્માતમાં કાર એટલી સ્પીડમાં હતી કે, કાર રોડ પર પલટી ખાઇને શિર્ષાસન થઇ ગઇ હતી અને કારનો બોનેટના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. તો સ્કૂટરને કારની વાગેલી ટક્કરથી સ્કૂટર હાડપિંજરમાં ફેરવાઈ ગયું હતું. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, અકસ્માતનો એટલો મોટો અવાજ આવ્યો હતો કે, અમે ગભરાઈ ગયા હતા. કાર અને સ્કૂટરની હાલત જોતા એવું લાગતું હતું કે, કાર ચાલક અને સ્કૂટર ચાલકનું બચવું અશક્ય જણાતું હતું. સદભાગ્યે આ ઘટના હિટ એન્ડ રન થતાં બચી ગઈ હતી.

સ્થાનિક લોકો દોડી ગયા.
સ્થાનિક લોકો દોડી ગયા.

સ્કૂટર ચાલક સારવાર હેઠળ
ઉલ્લેખનિય છે કે, મોડી રાત્રે યુવાનો-યુવતીઓ રોડ ખુલ્લા જોઇને પોતાના વાહનો બેફામ હંકારતા હોય છે. મોડી રાત્રે કાર લઇને નીકળેલી ઋત્વી સીંગાડા પણ વાયુવેગે કાર લઈને નીકળી હતી અને ન્યુ વીઆઇપી રોડ પર સુપર બેકરી પાસે સ્કૂટર ચાલક ગૌતમ નાથાણીને અડફેટમાં લીધો હતો. ગૌતમને હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...