વર્ટિકલ ગાર્ડન:શહેરના સૌથી લાંબા બ્રિજ પર બનશે બગીચો 90% બ્રિજની કામગીરી પૂર્ણ

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્રિજ પર બંને બાજુ 3 હજાર છોડ મૂકાશે

રૂ. 230 કરોડના ખર્ચે નિર્માણ થનાર ગંેડા સર્કલથી મનીષા ચોકડી સુધીના બ્રિજમાં શહેરમાં પહેલીવાર સાડા ત્રણ કિલોમીટર સુધીનો વર્ટિકલ ગાર્ડન બનાવાશે. તદુપરાંત બ્રિજના નીચે બે પિલરની વચ્ચે પણ ગાર્ડન ઊભું કરી અંદાજિત 3000 જેટલા છોડ લગાવાશે.રૂા. 230 કરોડના ખર્ચે નિર્માણ પામનારા શહેરના સૌથી લાંબા3.5 કિલોમીટરના બ્રિજનેે વિધાનસભાની ચૂંટણી પૂર્વે તૈયાર કરવા માટેની તાબડતોબ તૈયારીઓ શરૂ કરાઇ છે.

બ્રિજની ઉપર બંને બાજુ સમાંતર 3 હજાર છોડ મૂકવામાં આવશે. બ્રિજ પર બંને બાજુની દીવાલ પર 800 એમ.એમ થ્રુ આઉટ ફ્લાવર બેડ મૂકવામાં આવશે. આ ફ્લાવર બેડને પાણી આપવા ખાસ ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે. બ્રિજની નીચે બે પિલર વચ્ચેના ડિવાઈડર પર પણ 3 હજાર છોડ રોપાશે.

9000
મેટ્રિક ટન સળિયા રાજયના
સોૈથી લાંબા બ્રિજના સ્ટ્રકચર
માટે વપરાયા

35000
મેટ્રિક ટન સિમેન્ટનો
ઉપયોગ બ્રિજના
બાંધકામ માટે કરાયો

​​​​​​​પહેલો બ્રિજ, જેનો 6 લેન રોડ માત્ર એક પિલર પર બનાવાયો
આ બ્રિજનું નિર્માણ કરતા રણજીત બીલ્ડ કોન કંપનીના ઇજનેરના જણાવ્યા મુજબ ગુજરાતનો આ પહેલો બ્રિજ છે જ્યાં બ્રિજ પર 6 લેન રોડ માત્ર એક જ પિલર પર ઉભો કરવામાં આવ્યો હોય. તદુપરાંત બ્રિજની હાઈટ 5.50 મીટર હોવાથી નીચેથી પણ હેવી વાહનો પસાર થઈ શકશે.

148 પિલર પર પર ઉભો રહેશે અા બ્રિજ
213 સ્ટ્રીટ લાઈટના થાંભલા
​​​​​​​900 લાઈટ

​​​​​​​બ્રિજની કામગીરી માટે રોજ 300 મજૂરો કામગીરીમાં લાગ્યા છે. જે પૈકી 80 સ્કિલ્ડ માણસોને ઝારખંડ અને બંગાળથી બોલાવવામાં આવ્યા છે.

2000
આ બ્રિજ તૈયાર થયા બાદ રોજ 2 હજાર ફોર વ્હીલર અહીંથી પસાર થશે
​​​​​​​8000
3.5 કિમીના આ બ્રિજ પરથી દરરોજ 8 હજાર ટુવ્હીલર પસાર થશે

​​​​​​​ 4 સ્થળે અપ-ડાઉનની વ્યવસ્થા
3.5 કિમી લાંબા બ્રિજમાં સૌથી પહેલો અપ-ડાઉન આંબેડકર સર્કલ નજીક, ત્યારબાદ 350 મીટર બાદ હરિભક્તિ સોસાયટી રોડ પર અપ-ડાઉન રોડ આપવામાં આવ્યો છે. આગળ 150 મીટર બાદ મલ્હાર પોઇન્ટ પાસે અને ત્યાંથી આગળ મનીષા ચોડકી તરફ દિવાળીપુરા સર્કલ પછી 55 મીટર બાદ છેલ્લો અપ-ડાઉન રોડ વિદ્યુતનગર કોલોની પાસે આપવામાં આવ્યો છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...