કાર્યવાહી:ઇકો કારનાં સાઇલેન્સર ચોરતી ટોળકી ઝડપાઈ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ત્રિપુટીએ નવાપુરા સહિતના વિસ્તારમાંથી ચોરી કરી હતી

નવાપુરા વિસ્તાર સહિત અલગ-અલગ વિસ્તારમાં ઇકો ગાડીના સાઇલેન્સરની ચોરી કરનારા 3 જણાને નવાપુરા પોલીસે ઝડપી લીધા હતા.નવાપુરા પોલીસના સર્વેલન્સ સ્ક્વોડને બાતમી મળી હતી કે, ટાટા માન્ઝા ગાડીમાં કેટલાક શખ્સ ચોરીનાં સાઇલેન્સર વેચવા માટે ફરી રહ્યા છે. જેથી પોલીસે મદનઝાંપા રોડ પર આંબેડકર ચોક પાસે વોચ ગોઠવી કાર અટકાવી હતી. કારમાંથી ડ્રાઇવર સહિત 3 પકડાયા હતા. પોલીસે તેમની પૂછપરછ કરતાં તેમનાં નામ ઇકબાલહુસેન ઉર્ફે ઇલ્લુ મોહમંદ હનીફ ઉર્ફે બન્નુભાઇ શેખ, હસનઅલી સહાદતઅલી સૈયદ અને સાજીદ શરીફ મલેક હોવાનું બહાર આવ્યું હતું.

ત્રિપુટી પાસેથી ચોરીનું એક સાઇલેન્સર મળ્યા બાદ તપાસમાં વધુ 3 સાઇલેન્સર મળ્યાં હતાં. તેમણે નવાપુરામાંથી 2 અને આજવા રોડ દૂધેશ્વર જૈન દેરાસર પાસેથી એક ઇકોનું સાઇલેન્સર ચોર્યું હતું. પોલીસે કાર, 4 સાઇલેન્સર, મોપેડ તથા ચોરી કરવાનાં સાધનો મળીને રૂા.1,95,110 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસમાં બહાર આવ્યું કે, રાત્રે તેઓ કાર લઇને ચોરી કરવા જતા હતા અને ઇકોની પાસે પોતાની કાર પાર્ક કરી સાઇલેન્સર કાઢી લેતા હતા.

અન્ય સમાચારો પણ છે...