તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:હાઇવે પર લોન રિકવરીના બહાને વાહન પડાવતી ટોળકી ભૂગર્ભમાં

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બુધવારે હાઇવે પર ઉભેલી ટોળકીએ એક પણ વાહન સીઝ ન કર્યું
  • વાહનો સીઝ કરતાં માથાભારે તત્વો સામે લોકોમાં ભારે રોષ

કરજણ હાઇવે પર લોન રિકવરીના નામે દાદાગીરી કરી ડીફોલ્ટરના વાહનો સિઝ કરતી ટોળકી બુધવારે ભુગર્ભમાં ઉતરી ગઇ હતી અને ટોળકીએ એક પણ વાહન જપ્ત કર્યું ન હતું. અમદાવાદ- સુરત વચ્ચેથીના હાઇવે પર વાસદ-દુમાડથી પાલેજના સાંસરોદ વચ્ચે દાદાગીરી કરીને કાર પડાવી લેતી ગેંગ છેલ્લા કેટલાક સમયથી સક્રિય બની છે. હાઇવે પર છથી વધુ સ્થળે કાર લઇને ઉભેલી ટોળકી ડિફોલ્ટરના વાહનનો નંબર જોઇને પીછો કરે છે અને ત્યારબાદ અધવચ્ચે વાહન ચાલકને ઉભો રાખી દઇ તેને અને તેના પરિવારને ઉતારી દઇને ગુંડાગીરી કરીને કાર સીઝ કરે છે.

હાઇવે પર કરજણ પાસે 10થી 20 કિલોમીટરના અંતરે રિકવરી ગેંગના નામે માથાભારે તત્ત્વો ડિફોલ્ટરોનું ચેકિંગ કરી રહ્યા છે. અને હાઇવેની આસપાસ સીઝ કરેલી કારને મૂકવા બનાવાયેલા 15 ગોડાઉનમાં વાહનો સીઝ કરીને મુકી દેતાં હોવાનું સૂત્રોઅે જણાવ્યું હતું. વાહનો સીઝ કરતા માથાભારે તત્વો સામે લોકોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે આ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થતાં જ હાઇવે પર કરજણ પાસે આ વાહનો સીઝ કરતી ટોળકી ભૂગર્ભમાં ઉતરી ગઇ હતી અને તેમણે એક પણ વાહન સીઝ કર્યું ન હતું. આ તત્વો સામે કડક પગલાં ભરાય તેવી માંગ લોકો કરી રહ્યા છે.

બીજી તરફ પોલીસે જણાવ્યું હતું કે સામાન્ય રીતે આ ટોળકી અગાઉ પોલીસ પાસે જઇને વાહન સીઝ કરવા બાબતે સહી સિક્કા કરાવતી હોય છે. કરજણ પીઆઇ એમ.એ.પટેલે જણાવ્યું હતું કે બુધવારે આ મામલામાં કોઇ કાર્યવાહી થઇ નથી.

અન્ય સમાચારો પણ છે...