તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CCTVમાં કેદ:વડોદરાના શિનોરમાં જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી ટોળકીએ માલિકની નજર ચૂકવીને 42 હજારના સોના-ચાંદીના દાગીનાની ચોરી

વડોદરા10 દિવસ પહેલા
જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં ગયેલી ટોળકી માલિકની નજર ચૂકવીને સોના-ચાદીના દાગીનાની સિફતપૂર્વક ચોરી કરીને રફૂચક્કર થઇ ગઇ
 • 2 મહિલા અને 3 પુરૂષની ટોળકીએ સોનાના ઝુમ્મર અને બે જોડ ચાંદીના સાંકડાની ચોરી કરી

વડોદરા જિલ્લાના શિનોર બજારમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં ગયેલી હિદી ભાષી ટોળકી માલિકની નજર ચૂકવીને 42 હજાર રૂપિયાની કિંમતના સોના-ચાદીના દાગીનાની સિફતપૂર્વક ચોરી કરીને રફૂચક્કર થઇ ગઇ હતી. આ બનાવે શિનોર બજારમાં ચકચાર જગાવી મૂકી છે. શિનોર પોલીસે દુકાનમાંથી CCTV ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે.

2 મહિલા અને બે પુરૂષ ગ્રાહકના સ્વાંગમાં દુકાનમાં આવ્યા હતા
શિનોર પોલીસ સ્ટેશનમાંથી મળેલી માહિતી પ્રમાણે શિનોર શેઠની હવેલી, ભટ્ટ શેરીમાં રહેતા ઇબ્રાહિમભાઇ ગુલામહુસેન શેખની શિનોર બજારમાં સ્ટાર જ્વેલર્સ નામની દુકાન આવેલી છે. બપોરના સુમારે 3 સ્ત્રી અને 2 પુરુષ ગ્રાહકના સ્વાંગમાં દુકાનમાં ગયા હતા. અને સોનાના ઝુમ્મર અને ચાંદીના છડાની ખરીદવાના છે. તેમ જણાવીને દુકાન માલિકને ઝુમ્મર અને છડા બતાવવા જણાવ્યું હતું.

2 મહિલા અને 3 પુરૂષની ટોળકીએ સોનાના ઝુમ્મર અને બે જોડ ચાંદીના સાંકડાની ચોરી કરી
2 મહિલા અને 3 પુરૂષની ટોળકીએ સોનાના ઝુમ્મર અને બે જોડ ચાંદીના સાંકડાની ચોરી કરી

સોનાના ઝુમ્મર અને બે જોડ ચાંદીના સાંકડાની ચોરી કરી
દુકાન માલિકે ઝુમ્મર અને છડા બતાવતા ટોળકીએ દુકાન માલિકની નજર ચૂકવી સોનાના ઝુમ્મર અને બે જોડ ચાંદીના સાંકડાની ચોરી કરીને જતા રહ્યા હતા. ગ્રાહકના સ્વાંગમાં આવેલી ટોળકી ગયા બાદ દુકાન માલિક ઇબ્રાહિમ શેખ સોનાના ઝુમ્મર પાછા બોક્સમાં મૂકવા જતા એક જોડ ઓછા થયેલા જણાયા હતા. અને ચાંદીના રજવાડી પાયલ બે જોડ ઓછા લાગતા ચોકી ઉઠ્યા હતા. દરમિયાન, વજન કરતાં સોનાના ઝુમ્મરનું વજન 3.5 ગ્રામ હતું અને ચાંદીના રજવાડી પાયલનું વજન 450 ગ્રામ ઓછું થયેલું જણાયુ હતું. જેમાં સોનાના ઝુમ્મરની કિંમત રૂપિયા 18,000 અને ચાંદીના છડાની કિંમત રૂપિયા આશરે 28 હજાર મળી ફુલ રૂપિયા 42 હજાર રૂપિયાનો મુદ્દામાલ ટોળકી ભાગી ગઇ હતી.

CCTV ચેક કરતા 4 લોકો દાગીના ચોરી કરી ગયા હોવાનું દેખાયું
CCTV ચેક કરતા 4 લોકો દાગીના ચોરી કરી ગયા હોવાનું દેખાયું

CCTV ચેક કરતા 4 લોકો દાગીના ચોરી કરી ગયા હોવાનું દેખાયું
દરમિયાન, દુકાનદારે પોતાની દુકાન સ્થિત CCTV ચેક કરતા બે પુરુષ અને ત્રણ વ્યક્તિઓ દાગીના ચોરી કરી ગયા હોવાનું દેખાઈ આવતા તેઓએ શિનોર પોલીસ સ્ટેશનમાં પહોંચીને પોતાની ફરિયાદ નોંધાવી હતી.

સોનાના ઝુમ્મર અને બે જોડ ચાંદીના સાંકડાની ચોરી કરી
સોનાના ઝુમ્મર અને બે જોડ ચાંદીના સાંકડાની ચોરી કરી

પોલીસે CCTVના આધારે ટોળકી સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી
નોધનિય છે કે, 6 માસ પૂર્વે બજારમાં અન્ય એક ચોકસીની ત્યાંથી પણ સોનાની વીંટીઓની ચોરી થઈ હતી. પરંતુ, CCTV ન હોવાને કારણે તેઓએ ફરિયાદ નોંધાવી ન હતી. આ ઘટનાથી શિનોર પંથકમાં ચકચાર મચી ગઇ છે. શિનોર પોલીસે ફરિયાદ અને CCTV ફૂટેજના આધારે ટોળકી સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો