તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની બીજી લહેર:મ્યૂકોરમાઇકોસીસના વધુ 8 કેસ નોંધાયા, એક દર્દીનું મોત

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વડોદરામાં મ્યુકોરમાઇકોસીસના વધુ 8 નવા કેસ નોંધાયા હતા. જ્યારે સોમવારે 50 સર્જરી કરવામાં આવી હતી. જોકે સારવાર દરમ્યાન એક દર્દીનું મોત નીપજ્યું હતું. આજે 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં સોમવારે વધુ 7 નવા કેસ નોંધાયા હતા. જ્યારે ગોત્રી હોસ્પિટલમાં આજે માત્ર 1 કેસ સામે આવ્યો હતો. સયાજી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની 24 જેટલી સર્જરી કરવામાં આવી હતી. જેમાં સારવાર દરમ્યાન એક દર્દીનું મોત નીપજ્યું હતું. ગોત્રી હોસ્પિટલમાં પણ 26 જેટલી સર્જરી કરવામાં આવી હતી. સોમવારે બંને હોસ્પિટલમાંથી 18 બયોપ્સીને તપાસ અર્થે મોકલવામાં આવી છે. સાયજી અને ગોત્રી હોસ્પિટલમાંથી 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...