તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મ્યૂકોરમાઇકોસિસ કેસ:મ્યૂકોરમાઇકોસિસના વધુ 8 કેસ, 30 સર્જરી કરાઇ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વડોદરા શહેરના સાયજી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસના 7 નવા કેસ દાખલ થયા છે. જ્યારે વધુ એક દાખલ દર્દીનું મોત નીપજ્યું છે. જ્યારે ગોત્રી હોસ્પિટલમાં 1 નવો કેસ દાખલ થયો હતો. શનિવારે કુલ 30 ઓપરેશન કરવામાં આવ્યા હતા. જેમાં એક દર્દીની આંખનો ડોળો દૂર કરવામાં આવ્યો છે. આજે વધુ 10 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. સયાજીમાં અત્યાર સુધી 80 દર્દીના મોત થયા છે.

સયાજી હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં વધુ 7 દર્દીઓ દાખલ થયા છે. શનિવારે વધુ 10 દર્દીઓની બાયોપ્સી લેવામા આવી હતી. જ્યારે 15 જેટલી સર્જરી કરવામાં આવી હતી. જેમાં એક દર્દીનો આંખનો ડોળો દૂર કરવામાં આવ્યો હતો. ssgમાં સારવાર દરમ્યાન એક દર્દીનું મોત નીપજ્યું હતું. જ્યારે ગોત્રી હોસ્પિટલમાં 1 કેસ નવો નોંધાયો હતો. શનિવારે 15 દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી. તદુપરાંત 4 બયોપ્સીને તપાસ અર્થે મોકલાઈ હતી. જ્યારે 2 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા હતા. ગોત્રી હોસ્પિટલમાં હાલ સુધી 15એ જીવ ગુમાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...