• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • A Further 16 Patient relative Complaints Have Been Lodged Against Sterling Hospital, With 56 Complaints Lodged With The Commissioner Of Police So Far

વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલ વિવાદ:વધુ 16 દર્દી-સગાઓની ફરિયાદ, અત્યાર સુધીમાં પોલીસ કમિશનરને કુલ 56 ફરિયાદ મળી

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હોસ્પિટલે ખોટી રીતે લાખો રૂપિયા વસૂલ્યા હોવાનો આક્ષેપ

સ્ટર્લિંગ હોસ્પિટલના મેનેજમેન્ટની સામે અત્યાર સુધી કુલ 56 દર્દી-સગાઓએ પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે. જેમાંથી સોમવારે વધુ 16 લોકોએ હોસ્પિટલે ખોટી રીતે લાખો વસૂલ્યા હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ પોલીસ કમિશનરને કરી હતી.

આ પહેલાં દિવાળીના બે દિવસ બાદ 7 દર્દીઓએ હોસ્પિટલે તેમની પાસેથી સારવારના નામે 39.63 લાખ ખંખેર્યા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, સ્ટર્લિંગ હોસ્પિટલે પલ્મોનોલોજીસ્ટને 20 કરોડની કન્સલ્ટન્સી ચૂકવી ન હોવાની અરજી પર ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા હવે હોસ્પિટલ સામે આક્ષેપ કરનારા દર્દી કે તેમના સગાનાં નિવેદનો નોંધશે. અત્યાર સુધી ક્રાઈમ બ્રાંચે 11 ફરિયાદીઓનાં નિવેદનો લીધાં છે.

આ પહેલા પલ્મોનોલોજિસ્ટ ડો.સોનિયા દલાલે ક્રાઇમ બ્રાન્ચમાં અરજી આપી હતી. જેમાં તેમના નામે કરોડોની રકમ દર્દી પાસેથી વસૂલ્યા બાદ તેમને રકમ ચૂકવાઈ ન હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ દર્દીઓના આક્ષેપ હતા કે, એક ડોક્ટર કે નર્સિંગ સ્ટાફ દિવસ દરમિયાન એક પીપીઈ કિટ પહેરીને જુદા જુદા દર્દીને સારવાર માટે કન્સલ્ટ કરતો હતો. ત્યારે દરેક બેડ પરથી પીપીઈ કિટના પૈસા ઉઘરાવાયા છે. ઉપરાંત જે દર્દી વેન્ટીલેટર પર હોય અને બેભાન હોય તો તેના નામે પણ લંચ-ડિનરના પૈસા વસૂલાયા છે. સોમવારે જે 16 લોકોએ પોલીસમાં ફરિયાદ કરી હતી, તેમાં કૌશલ મહેન્દ્ર દરજી, કવિતા ચિંતન પટેલ, ભૂપેન્દ્ર ગાંધી, અનસુયાબેન ગાંધી, હીનલ પટેલ, જૈમીન પટેલ, કરિશ્મા પટેલ, પુરષોત્તમ પટેલ, તુલસીબેન મસંદ, રેખા મસંદ, નારાયણ દત્તવાની, જયા દત્તવાની અમીષા દેસાઇ અને લાભુભાઇ બાઢીવાલાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...