તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • A Former Student Of Parul University Near Vadodara Raped A Young Woman From Chhotaudepur By Offering Her Marriage, A Complaint Was Lodged At Bapod Police Station.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્કર્મ:વડોદરા નજીક પારૂલ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીએ લગ્નની લાલચ આપીને છોટાઉદેપુરની યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ, બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • લગ્નની લાલચ આપ્યા બાદ અવારનવાર દુષ્કર્મ આચર્યા બાદ યુવાને લગ્ન ન કર્યાં

લગ્ન કરવાની લાલચ આપીને 3 વર્ષ સુધી છોટાઉદેપુર જિલ્લાની મુસ્લિમ યુવતી ઉપર બળાત્કાર ગુજારનાર પારુલ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે.

છોટાઉદેપુરની યુવતી વડોદરામાં નોકરી કરતી હતી
આ બનાવની તપાસ કરી રહેલા બાપોદ પોલીસ સ્ટેશનના પીએસઆઇ વાય. એચ. પઢિયારે જણાવ્યું હતું કે, મહેસાણા ખાતે આવેલી પંચશીલ સોસાયટીમાં રહેતો 24 વર્ષીય દીપ મનોજકુમાર સોની અગાઉ વડોદરા નજીક આવેલી પારુલ યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો, ત્યારે છોટાઉદેપુર જિલ્લાની રહેવાસી અને વડોદરામાં નોકરી કરતી મુસ્લિમ જ્ઞાતિની યુવતી સાથે સંપર્કમાં આવ્યો હતો.

લગ્નની લાલચ આપીને યુવાને યુવતી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યુ
દીપ યુવતીના સંપર્કમાં આવ્યા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. પ્રેમ સંબંધ બંધાતા દીપે યુવતીને લગ્ન કરવાની ખાતરી આપી હતી. દીપે લગ્નની ખાતરી આપ્યા બાદ યુવતીએ તેના ઉપર આંધળો વિશ્વાસ મૂકી દીધો હતો. જેનો દીપે ફાયદો ઉઠાવીને તેની સાથે અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું.

યુવાન બહાના કાઢીને લગ્નની વાત ટાળી દેતો હતો
યુવતી જ્યારે લગ્નની વાત કરતી હતી. ત્યારે દીપ કોઈને કોઈ બહાના હેઠળ લગ્નની વાત ટાળી દેતો હતો. આમ દીપ સોની યુવતીને લગ્નની લાલચ આપીને નવેમ્બર-2018થી આજ દિવસ સુધી અલગ-અલગ જગ્યાએ લઈ જઇ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતુ.

યુવતીએ યુવાન સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી
યુવતી દીપને લગ્ન કરવા માટે અનેક વખત જણાવવા છતાં દીપ સોની લગ્ન માટે તૈયાર ન થતાં આખરે યુવતીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં મહેસાણાના રહેવાસી દીપ મનોજકુમાર સોની સામે ફરિયાદ નોંધાવી હતી. બાપોદ પોલીસે ફરિયાદના આધારે દીપ સોની સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. તે સાથે તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો