છોટાઉદેપુર જિલ્લાના બોડેલી રેલવે સ્ટેશન પર કેવડિયા રેલવે લાઇન પર આજે મોકડ્રીલ યોજાઇ હતી. બોડેલી રેલવે સ્ટેશન પર પાટા પરથી ઉતકી જતા ટ્રેનમાં અચાનક આગ લાગી હતી. જેને પગલે અફરાતફરી ફેલાઇ ગઇ હતી અને NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાના કામે લાગી હતી. તેવી કામગીરીની મોકડ્રીલ યોજાઇ હતી.
બોડેલી સ્ટેશન પર ટ્રેન અકસ્માતની મોકડ્રીલ યોજાઇ
એક તરફ ટ્રેનો ચાલુ થઈ નથી અને બીજી તરફ આગ લાગવાના બનાવથી ગામમાં આશ્ચર્ય ફેલાયું હતું. ઇલેક્ટ્રિક ટ્રેન શરૂ કરવા માટે રેલવે વિભાગ તમામ તૈયારીઓ કરી છે. પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના બોડેલી સ્ટેશન ખાતે એનડીઆરએફ વડોદરાની ટીમ સાથે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બોડેલી સ્ટેશન પર અકસ્માત સર્જાયો હતો.
એમોનિયા ગેસ લીકેજથી અસર થઈ
વરિષ્ઠ મંડળ સંરક્ષા અધિકારી અરુણ ભારદ્વાજે જણાવ્યું હતું કે, રેલવે પ્રશાસન દ્વારા વ્યવસ્થા જાણવવા અને તેને ચકાસવા માટે સમયાંતરે આવી મોક ડ્રીલનું આયોજન કરવામાં આવે છે. આ દરમિયાન બોડેલી સ્ટેશન પર 9:59 વાગ્યે એક વેગન 933674 GS જે પ્લેટફોર્મ એક પર રાખવામાં આવી હતી. શંટીંગ દરમિયાન તેને પાટા પરથી ઉતારનાર બતાવવામાં આવ્યો હતો અને આગને કારણે બે પોઈન્ટ્સમેન અને ડેપ્યુટી સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટને વેગનમાંથી એમોનિયા ગેસ લીકેજથી અસર થઈ હતી.
ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા
ઘટનાની જાણ થતાં જ ડીઆરએમ અમિત ગુપ્તા, એડીઆરએમ એ.કે. સિંહ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. આ દરમિયાન અકસ્માત રાહત ટ્રેનો અને તબીબી રાહત ટ્રેનો પણ પ્રાથમિકતાના ધોરણે સ્થળ પર ચલાવવામાં આવી હતી. ભારદ્વાજના જણાવ્યા અનુસાર, સમગ્ર પ્રક્રિયાની સમીક્ષા કરવામાં આવશે અને જો કોઈ ખામીઓ જણાશે તો તેને દૂર કરવામાં આવશે. સમગ્ર પ્રક્રિયામાં, ડેપ્યુટી કમાન્ડન્ટ અજય કુમાર સિંઘ અને અનુપમની આગેવાની હેઠળ એનડીઆરએફ ટીમના 50 સભ્યો અને રેલવેના 80 સભ્યોએ આ મોકડ્રીલમાં ભાગ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.