તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:લાઇટો પુન: ચાલુ થઇને ફ્રીજમાં સ્પાર્ક થતાં ઘરમાં આગ ભભૂકી

વડોદરા15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નાગરવાડાના પટેલ ફળિયાનો બનાવ

શહેરના નાગરવાડાના પટેલ ફળિયામાં બપોરે એક મકાનમાં આગ લાગતાં અફરાતફરા મચી હતી. મકાનની પાછળ આવેલા બગીચામાંથી પાણીનો મારો ચલાવી સ્થાનિક લોકોએ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન ફાયરબ્રિગેડે સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી હતી.

નાગરવાડા પટેલ ફળિયામાં રહેતાં પાર્વતીબેન રાજપૂત, રમીલાબેન રાજપૂત મકાન બંધ કરી નજીકમાં ઘરકામ કરવા ગયાં હતાં, જ્યારે પુત્ર દક્ષેશ જોબ પર ગયો હતો. દરમિયાન તેઓના બંધ મકાનમાં આગ લાગી હતી. મકાનમાંથી ધુમાડો નીકળતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બનાવની જાણ ફાયરબ્રિગેડને કરી હતી. જોકે ફાયરબ્રિગેડ આવે તે પહેલાં મકાનના પાછળના ભાગે આવેલા બગીચાની પાણીની મોટર ચાલુ કરી લોકોએ પાઇપ વડે મકાનમાં પાણીનો મારો ચલાવ્યો હતો.

ત્યારબાદ ફાયરબ્રિગેડે સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી હતી. આગમાં મકાનના સામાનને નુકસાન પહોંચ્યું હતું. મકાનમાં રહેતાં પાર્વતીબેનના જણાવ્યા અનુસાર બપોરે વીજ પુરવઠો ખોરવાયો હતો, તે સમયે તેઓએ રેફ્રિજરેટર ચાલુ કરી મકાન બંધ કર્યું હતું. ત્યારબાદ પુન: વીજ પુરવઠો આવતાં રેફ્રિજરેટરમાં સ્પાર્ક થયો હતો અને તેના કારણે આગ લાગી હોય, તેમ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો