આગ:વડોદરાના ડભોઈમાં તબેલામાં આગ ફાટી નિકળબ, બે વાછરડી સહિત 5 ગાય ભડથું થઈ ગઈ

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તબેલામાં મૂકેલી 2000 જેટલી ઘાસની ગાસડીઓ બળીને ખાખ

વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના વસઈ ગામમાં પશુપાલકના તબેલામાં એકા એક આગ ફાટી નિકળતા બે વાછરડી સહિત પાંચ ગાયો ભડથું થઇ ગઇ હતી. જ્યારે 17 ગાયોને બચાવી લેવામાં આવી હતી. આ ઉપરાંત તબેલામાં મૂકેલી 2000 જેટલી ઘાસની ગાસડીઓ બળીને ખાખ થઇ ગઇ હતી. આ બનાવની જાણ ડભોઇ ફાયર ટીમને કરવામાં આવતા લાશ્કરો સ્થળ ઉપર દોડી ગયા હતા અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

ડભોઇ તાલુકાના વસઈ ગામની સીમમાં પશુપાલક તુલસીદાસ પ્રભુદાસ પટેલના ગાયોના તબેલામા માળિયા ઉપર મુકેલી ઘાસની 2000 જેટલી ગાસડીઓમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. તબેલામાં 30 જેટલી ગાયો હતી. આગ ચારે બાજુથી ફેલાઇ જતા બે વાછરડી સહિત પાંચ ગાયોના મોત નિપજ્યા હતા. જ્યારે 17 ગાયોને બચાવી લેવામાં આવી હતી.

વસઇ ગામના મુકુંદભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ બનાવની જાણ ડભોઇ નગરપાલિકા ફાયર ટીમને કરવામાં આવતા લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગને કાબૂમાં લીધી હતી. ઘટનાની જાણ પશુ ચિકિત્સાલાયમાં તબીબોને કરતા પશુ ચિકિત્સાલાયના તબીબોની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આ બનાવમા પશુપાલકને મોટું નુકસાન થયું હતું.

ડભોઇ ફાયર બ્રિગેડના જવાન મુન્નાભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે, વસઇ ગામની સીમમાં આવેલા તબેલામાં આગ લાગી હોવાની જાણ થતાં અમે સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને પાણીમારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગ કાબૂમાં લીધી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...