તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • A Fire Broke Out In A Scrap Godown Near Jambuwa Village In Vadodara Late At Night, Fire Brigade Managed To Control The Fire, The Godown Was Burnt Down.

આગ:વડોદરામાં જાંબુવા ગામ પાસે ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી, ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો, ગોડાઉન બળીને ખાખ

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
જાંબુવા ગામ પાસે ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી - Divya Bhaskar
જાંબુવા ગામ પાસે ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી
  • ગોડાઉનમાં આગ લાગવા પાછળનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું સપાટી પર આવ્યું છે

વડોદરા શહેરના છેવાડે આવેલા જાંબુવા ગામ પાસે ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. આ બનાવની જાણ ફાયરબ્રિગેડને થતાં લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણી મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આ બનાવને પગલે આસપાસમાં આવેલા રહેણાંક વિસ્તારમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.

આગ સંપૂર્ણ કાબુમાં આવે તે પહેલા ગોડાઉન ભસ્મીભૂત થઈ ગયું
વડોદરા શહેરના જાંબુવા બ્રિજ પાસેના ભંગારના ગોડાઉનમાં ગુરુવારે રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા ઉત્તેજના ફેલાઈ હતી. જોકે, સમયસર સ્થળ પર પહોંચી ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ સંપૂર્ણ કાબુમાં આવે તે પહેલા ગોડાઉન ભસ્મીભૂત થઈ ગયું હતું.

ભંગારના ગોડાઉનમાં મેટલનો વેસ્ટ પડ્યો હતો
ફાયર બ્રિગેડના સુત્રોના જણાવ્યા મુજબ જામ્બુવા બ્રિજની સામે આવેલા ભંગારના ગોડાઉનમાં મેટલનો વેસ્ટ પડ્યો હતો. દરમિયાન ગુરુવારે રાત્રે અચાનક આગ ફાટી નિકળી હતી. જેમાં વેસ્ટ સળગીને ખાખ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં મકરપુરા GIDCના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી અડધો કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

આસપાસમાં આવેલા રહેણાંક વિસ્તારમાં ગભરાટ ફેલાઇ ગયો
આસપાસમાં આવેલા રહેણાંક વિસ્તારમાં ગભરાટ ફેલાઇ ગયો

આગનું પ્રાથમિક તારણ શોર્ટ સર્કિટને હોવાનું બહાર આવ્યું
આગ લાગવા પાછળનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું સપાટી પર આવ્યું છે. સદનસીબે કોઇ જાનહાનિ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...