તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકરાળ આગ:વડોદરાની મંજુસર GIDCમાં કલર બનાવતી કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી, અફરાતફરી મચી, કોઇ જાનહાનિ નહીં

વડોદરા3 મહિનો પહેલા
એડવાન્સ રેઝીન લી. કંપનીમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી
  • ફાયર બ્રિગેડે સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો, શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ

વડોદરા જિલ્લાના સાવલીની મંજુસર GIDCમાં આવેલી એડવાન્સ રેઝીન લી. કંપનીમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગનો કોલ મળતા જ સ્થાનિક તેમજ વડોદરા ફાયરબ્રિગેડના જવાનો ફાયર ફાઈટરો સાથે સ્થળ પર દોડી ગયા હતા અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

જાનહાનિ ન થતાં તંત્રએ રાહત અનુભવી
સાવલી મંજુસર GIDCના પ્લોટ નં 54-55 માં આવેલી એડવાન્સ રેઝીન પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં વહેલી સવારે એકાએક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. એકાએક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો હતો. આ બનાવ અંગેની જાણ કરવામાં આવતા તુરંત વડોદરા ફાયરબ્રિગેડના લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા કવાયત હાથ ધરી હતી. કલાકોની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે જાનહાનિ ન થતાં તંત્રએ રાહત અનુભવી હતી.

કંપનીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ
કંપનીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ

આસપાસના ગ્રામજનોમાં ભય ફેલાયો
સાવલી તાલુકાના મંજુસર GIDCમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે. આજે સવારે મંજુસર GIDCના પ્લોટ નં 54-55માં આવેલી કલર બનાવતી એડવાન્સ રેઝીન પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાં વહેલી સવારે વિકરાળ આગ લાગી હતી. ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા. ભારે લબકારા મારતી ભીષણ આગે બિહામણા દ્રશ્યો સર્જતા આસપાસના ગ્રામજનોમાં ભારે ભય ફેલાયો હતો. જ્યારે આગની ઘટનાને પગલે આસપાસના ઔદ્યોગિક એકમોનો વીજ પ્રવાહ બંધ કરવામાં આવ્યો હતો.

ફાયર બ્રિગેડે સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો
ફાયર બ્રિગેડે સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો

ફાયર સેફટી મામલે યોગ્ય તપાસ બાદ કાર્યવાહી થશે
આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું. કંપનીમાં કલર બનતો હોવાનું તેમજ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની માહિતી મળી છે, જ્યારે સમગ્ર કંપની આગની લપેટમાં આવી જતા મોટાપાયે નુકસાન થયું હોવાનું અનુમાન લગાવાયું છે. હાલ સ્થાનિક પોલીસે આ અંગે આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે બીજી તરફ આ કંપનીમ ફાયર સેફટીની સુવિધા છે કે, નહીં તેમજ સરકારના નીતિનિયમોનું પાલન કરવામાં આવ્યું છે કે, નહીં તે મામલે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. જો કંપની દ્વારા ફાયર સેફટીનો અભાવ હોવાનું તપાસમાં જણાઈ આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હોવાનું જાણવા મળ્યું હતું.

સદનસીબે જાનહાનિ ન થતાં તંત્રએ રાહત અનુભવી હતી
સદનસીબે જાનહાનિ ન થતાં તંત્રએ રાહત અનુભવી હતી
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો
અન્ય સમાચારો પણ છે...