તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • A Fire Broke Out At The JDM Research Center Near Vadodara In The Early Hours Of The Morning, The Fire Was Brought Under Control After 8 Hours.

ભીષણ આગ:વડોદરા પાસે જેડીએમ રિસર્ચ સેન્ટરમાં વહેલી સવારે આગ લાગતાં અફરાતફરી મચી, આગ 8 કલાક બાદ કાબૂમાં આવી

વડોદરા3 મહિનો પહેલા
લસુન્દ્રા ગામે આવેલા જે.ડી.એમ. સાયન્ટિફિક રિસર્ચ સેન્ટરની લેબોરેટરીમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી ગઈ.
  • આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન, કોઈ જાનહાનિ નહીં

સાવલી તાલુકાના લસુન્દ્રા ગામે આવેલા જે.ડી.એમ. સાયન્ટિફિક રિસર્ચ સેન્ટરની લેબોરીટરીમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. આ બનાવને પગલે સાવલી નગરપાલિકા અને GIDCના મળીને 2 ફાયર ફાઈટરોએ આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી. આગ સાતથી આઠ કલાક બાદ કાબૂમાં આવી હતી.

કંપની મેનેજમેન્ટે ઘટના પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કર્યો
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લસુન્દ્રા ગામે નિર્માણ પામેલી અને રાજ્યના મુખ્યપ્રધાનના હસ્તે કાર્યાન્વિત કરવામાં આવેલી એશિયાની ગણનાપાત્ર જે.ડી.એમ રિસર્ચ સેન્ટરની લેબોરેટરીમાં વહેલી સવારે અચાનક આગ લાગી હતી. આગના બનાવને પગલે હાજર કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાને પગલે નગરપાલિકા અને જીઆઇડીસીના બે ફાયર ફાઈટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. જ્યારે આગ ખૂબ જ અંદરના ભાગે લાગેલી હોવાના કારણે કંપની મેનેજમેન્ટ દ્વારા સમગ્ર ઘટના પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આગના બનાવને પગલે હાજર કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી.
આગના બનાવને પગલે હાજર કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી.

રિસર્ચ સેન્ટરનું ઉદઘાટન CM રૂપાણીએ કર્યું હતું
નોંધનીય છે કે 25 નવેમ્બર-2019ના રોજ જેડીએમ સાયન્ટિફિક રિસર્ચ સેન્ટરનું રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉદઘાટન કર્યું હતું. તેમણે એશિયાની ગણનાપાત્ર લેબોરેટરી ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે સાવલી તાલુકામાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે. મંગળવારે મંજુસર જીઆઇડીસીમાં આવેલી એડવાન્સ રેઝિન પ્રા.લિ. કંપનીમાં આગ લાગી હતી. જ્યારે બુધવારે વહેલી સવારે લસુન્દ્રા ગામે આવેલી જે.ડી.એમ.સાયન્ટિફિક રિસર્ચ સેન્ટરમાં આગ લાગી હતી.

કંપની મેનેજમેન્ટ દ્વારા સમગ્ર ઘટના પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કંપની મેનેજમેન્ટ દ્વારા સમગ્ર ઘટના પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ફાયર ફાઈટરોએ સ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લીધી
આ બનાવની જાણ થતાં સાવલી નગરપાલિકા અને જીઆઈડીસીના ફાયર ફાઈટરો સ્થળ પર દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ બનાવ અંગે હાલ તો કોઇ જાનહાનિ થઇ હોવાની માહિતી મળી નથી. બનાવને પગલે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

25 નવેમ્બર-2019ના રોજ જેડીએમ સાયન્ટિફિક રિસર્ચ સેન્ટરનું રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉદઘાટન કર્યું હતું.
25 નવેમ્બર-2019ના રોજ જેડીએમ સાયન્ટિફિક રિસર્ચ સેન્ટરનું રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉદઘાટન કર્યું હતું.

આગ સાતથી આઠ કલાક બાદ કાબૂમાં આવી હતી
દરજીપુરા ફાયરબ્રિગેડના ફાયરમેન કિશનભાઇએ જણાવ્યું હતું કે જે.ડી.એમ રિસર્ચ સેન્ટર કંપનીની લેબોરેટરીમાં આગ ફાટી નીકળી હતી. આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન છે. આગના કારણે લેબોરેટરીસ્થિત મશીનોને ભારે નુકસાન થયું છે. આ આગ સાતથી આઠ કલાક બાદ કાબૂમાં આવી હતી. આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી.

અન્ય સમાચારો પણ છે...