આગ:લામડાપુરામાં કંપનીમાં શેડ ધરાશાયી થતાં રવિવારે ફરીવાર આગ ભભૂકી

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોડાઉનમાં ગેસના 200 બોટલ હોવા છતાં ફાયરબ્રિગેડે આગ કાબૂમાં લીધી

સાવલીના મંજુસર જીઆઈડીસીમાં લામડાપુરા ગામે આવેલી પ્લાસ્ટિકની કંપનીમાં શનિવારે લાગેલી આગને પગલે વડોદરા ફાયર બ્રિગેડ દોડતુ થયું હતું. રવિવારે મળસ્કે ફરી એક વખત કંપનીનો શેડ ધરાશાયી થઇ આગ લાગતા વડોદરાથી ફરી એક વખત ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. જોકે કોઇ જાનહાની થઇ નહોતી.

લામડાપુરા નાસિક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી રૈન્સ સ્માર્ટ સોલ્યુશન નામની કંપનીમાં શનિવારે બપોરે આગ લાગતા લોકોના જીવ પડીકે બંધાયા હતા કંપની પ્લાસ્ટિક પ્રોડક્ટ બનાવતી હતી તેમ જ તેની બાજુમાં આવેલા ગેસના ગોડાઉનમાં ૨૦૦ જેટલા સિલિન્ડરો હોવાને કારણે મોટી હોનારત ની શક્યતાઓ જોવાઈ હતી વડોદરા ફાયરબ્રિગેડ દ્વારા પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવી 200 સિલેન્ડરોને બહાર કાઢવામાં આવ્યા હતા. ભારે જહેમત બાદ કાબૂમાં આવેલી આગમાં કંપનીનો પ્લાન્ટ બળીને ખાખ થયો હતો. રવિવારે સવારે પોણા ચાર વાગ્યાના અરસામાં કંપનીનો શેડ ધરાશાયી થતા શેડ નીચેથી ધુમાડા નીકળતા વડોદરા ફાયરબ્રિગેડની બોલાવાતાં આગ ઉપર કાબુ મેળવાયો હતો.

મંજુસર GIDCમાં ફાયર સુવિધા વધારવાની જરૂર
ફાયર વિભાગના તજજ્ઞો દ્વારા જણાવ્યા મુજબ સાવલી નગરપાલિકા અને મંજુસર જીઆઇડીસી પાસે માત્ર એક એક ફાયર ટેન્ડર છે વડોદરા થી ફાયર બ્રિગેડ સાવલી પહોંચે તેમાં અંદાજે 30 મિનિટ જેટલો સમય વેડફાતો હોય છે ત્યારે આવા સંજોગોમાં મંજુસર જીઆઇડીસીનું ડેવલોપમેન્ટ થઈ રહ્યું છે ત્યારે તેની પોતાની ફાયર સિસ્ટમમાં પણ વધારો કરવામાં આવે તેવી જરૂરિયાત વર્તાય છે.

અન્ય સમાચારો પણ છે...