તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વિશ્વામિત્રીના કોતરમાં પીઓપી નાખવા બદલ રૂ,10 હજારનો દંડ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 5 દિવસ અગાઉ વેસ્ટ ખાલી કરવા અાવેલો ટેમ્પો પકડાયો હતો
  • નદીમાં નખાતો કચરો બંધ કરવા પાલિકાનો સ્ટાફ પેટ્રોલિંગ કરશે

પાંચ દિવસ અગાઉ વિશ્વામિત્રી નદીની ઝાડી ઝાંખરમાં પીઓપીનો કચરો ફેંકવા બદલ ટેમ્પા સંચાલકને પાલિકાએ રૂા. દસ હજાર દંડ કર્યો છે.પાલિકાએ નદી અથવા તો નદીની કોતરોમાં બિલ્ડીંગ મટીરીયલ, કાટમાળ વગેરે તેમજ જાહેરમાં ગમે ત્યાં કચરો ફેંકવા પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે, આ સ્થિતિમાં પણ કેટલાયે લોકો કાયદાની ઐસી-તૈસી કરી આવો કચરો ફેંકતા હોય છે.ગત શુક્રવારે સાંજે સાડા સાત વાગ્યાના સુમારે સમના શહિદ મંગલ પાંડે રોડ પરથી પાલિકાના ઉત્તર ઝોનના આસિસ્ટન્ટ મ્યુ.કમિશનર અને તેમની ટીમે મહેતાબ નામના ટેમ્પા ચાલકને નદીમાં કચરો ઠાલવવા બદલ ઝડપી પાડયો હતો.

ફતેગંજ વિસ્તારમાં આવેલા મોલમાંથી તે ટેમ્પામાં પીઓપી વેસ્ટ મટીરીયલ ભરી લાવ્યો હતો અને નદીની કોતરોમાં નાખી રહ્યો હતો. જોકે,પાલિકાની ટીમે નદીમાં જે કચરો ઠાલવ્યો હતો તે ટેમ્પા ચાલક પાસે પાછો ભરાવી લીધો હતો અને તેને રૂ. 10 હજારનો દંડ કરી ઠપકો પણ આપ્યો હતો. ટેમ્પા ડ્રાઈવરે હવે પછી આવું નહીં કરવાનું અને પોતાની ભૂલ સ્વીકારી હતી.પાલિકા દ્વારા વિશ્વામિત્રી બ્રિજ પરથી નદીમાં કચરો, પૂજાપો, ભગવાનના ફોટા, ફુલ હાર તથા બીજો કચરો નાખતા લોકોને પકડી લેવા માટે કર્મચારીઓપણ ફરતા મૂક્યા છે. આ ટીમ આ રીતે જાહેરમાં કચરો નાખતા કોઈ પકડાઈ જશે તેમની પાસેથી રૂ.200નો દંડ વસૂલ કરશે.

અન્ય સમાચારો પણ છે...