વિવાદ:બાકી નાણાં પરત માગતાં બિલ્ડર અને ઇજનેર વચ્ચે ઓફિસમાં જ મારામારી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રિષભ ગ્રૂપની ઓફિસમાં ડિપોઝિટ પેટે 25 લાખ આપ્યા હતા, સામસામે ફરિયાદ

કારેલીબાગમાં આવેલી રિષભ ગ્રૂપની ઓફિસમાં સિક્યોરિટી ડિપોઝિટ પેટે આપેલા રૂા. 25 લાખનો ચેક વટાવી લીધા બાદ બાકી નીકળતા નાણા પરત આપવાને બદલે ખાનગી કંપનીના એન્જિનિયરને લાકડી વડે માર મારતા કારેલીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. જોકે સામા પક્ષે પણ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરના છાણી ટીપી 13 રાધિકા રેસિડન્સીમાં રહેતા જયપાલસિંહ વાઘેલા ખાનગી કંપનીમાં ઇજનેર તરીકે ફરજ બજાવે છે.

તેઓએ કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સની સામે વિનાયક સ્ક્વેરના ત્રીજા માળે આવેલી રીષભ ગ્રૂપની ઓફિસમાંથી ખરીદી કરતી હતી. જેની સિક્યોરિટી પેટે રૂા. 25 લાખનો ચેક જમા કરવામાં આવ્યો હતો. તેઓએ રીષભ ગ્રૂપના ચમન શાહ પાસેથી રૂા. 18 લાખની કિંમતનો માલ સામાન ખરીદ્યો હતો. જેના પેમેન્ટનાં નાણાં વસૂલવા તેઓએ સિક્યોરિટી ડિપોઝિટ પેટે આપેલો ચેક વટાવી લીધો હતો.

આ અંગેની જાણ થતાં કારેલીબાગ વિનાયક સ્કવેરના ત્રીજા માળે રીષભ ગ્રૂપની ઓફિસે આવી પહોંચેલા જયપાલસિંહ વાઘેલા સાથે ચમન શાહ, નૈનેશ શાહ, ચમનના પિતા અને અન્ય એક વ્યક્તિએ તેઓ સાથે ઝપાઝપી કરી હતી. જેમાં ચમન શાહે લાકડી અને દોરડા વડે માર માર્યો હતો. તેઓએ કારેલીબાગ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બીજી તરફ શૈલેષ મફતલાલ શાહે જયપાલસિંહ વાઘેલા અને અન્ય એક વ્યક્તિ સામે મારામારીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે બંને પક્ષે ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...