લવ જેહાદ સામે ભભૂકતો વિરોધ:પાટીદાર સમાજની પોલીસને ઉગ્ર રજૂઆત યુવતીને નોકરી આપી આત્મનિર્ભર કરશે

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરના સમસ્ત પાટીદાર સમાજ દ્વારા લવ જેહાદ  મુદ્દે પોલીસ કમિશનરને આવેદન આપી રજૂઆત કરાઇ. - Divya Bhaskar
શહેરના સમસ્ત પાટીદાર સમાજ દ્વારા લવ જેહાદ મુદ્દે પોલીસ કમિશનરને આવેદન આપી રજૂઆત કરાઇ.
  • સમાજનાં યુવક-યુવતીઓમાં જાગૃતિ ફેલાવાશે
  • પોલીસ કમિશનરને અાવેદનપત્ર આપી વિધર્મી યુવકને કડક સજા કરવા માગ

લવજેહાદ કેસમાં ફસાયેલી યુવતીને પાટીદાર સમાજ નોકરી આપી પગભર બનાવશે. આ ઉપરાંત પાટીદાર સમાજ પોતાના સમાજના યુવક-યુવતીઓમાં લવજેહાદ મુદ્દે જાગૃત્તિ પણ ફેલાવશે. જેથી કરી આગળ જતા અન્ય કોઈ સમાજની યુવતી કે યુવક લવજેહાદના કેસમાં ન ફસાય. પાટીદાર સમાજના અગ્રણીઓએ શુક્રવારે પોલીસ કમિશનરને મળીને વિધર્મી આરોપીને કડકમાં કડક સજા મળે તે માટે રજૂઆત કરીને આવેદનપત્ર અાપ્યું હતું.

વડોદરાના સમસ્ત પાટીદાર સમાજના અગ્રણી હિતેશ પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર સમાજની દિકરી સાથે વિધર્મી દ્વારા આચરાયેલા દુષ્કર્મ મામલે ફતેગંજ પોલીસના અધિકારીઓ દ્વારા જે ત્વરીત પગલા લેવામાં આવ્યાં છે તેનો સમસ્ત પાટીદાર સમાજ દ્વારા પોલીસ કમિશનરને મળીને આભાર માનવામાં આવ્યો છે. આ સાથે જ પાટીદાર સમાજ દ્વારા આરોપીઓને જલદીમાં જલદી કડક સજા આપવામાં આવે તેવી માંગણી સાથે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે.

હિતેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, દુષ્કર્મનો ભોગ બનેલી પાટીદારની દિકરીને હવે સમાજ પગભર કરશે. દિકરીને નોકરી આપતા તે પોતાનું અને પરિવારનું ભરણપોષણ કરી શકશે.પાટીદાર સમાજની અન્ય કોઈ દિકરીઓ લવજેહાદમાં ન ફસાય તે માટે યુવાનોને મોટીવેશનલ સ્પિકર તેમજ અન્ય રીતે લવજેહાદ અંગે સમજાવીને જાગૃત કરાશે. હાલ યુવાનો સોશિયલ મીડીયા થકી જ સંપર્કમાં આવે છે. ત્યારે પાટીદાર સમાજના 40 હજાર પરિવારનો રેકોર્ડ સાથેના ડેટા દ્વારા સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ ઉભું કરશે. જ્યાં સમાજના યુવક-યુવતીઓ એકબીજાનો સંપર્ક સાધી શકશે.

અન્ય સમાચારો પણ છે...