દુર્ઘટના:પાદરામાં લાકડાના પીઠામાં ફટાકડાથી ભીષણ આગ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લાકડાના પીઠામાં લાગેલી ભીષણ આગને કાબુમાં લેતા ફાયર બ્રિગેડના જવાનોને ચાર કલાકનો સમય લાગ્યો હતો. - Divya Bhaskar
લાકડાના પીઠામાં લાગેલી ભીષણ આગને કાબુમાં લેતા ફાયર બ્રિગેડના જવાનોને ચાર કલાકનો સમય લાગ્યો હતો.
  • વહેલી સવારે દોડધામ: 4 કલાકે આગ ઓલવાઇ

પાદરા નગરમાં ગર્લ સ્કૂલ પાસે આવેલા લાકડાના પીઠામાં ગુરુવારની વહેલી સવારે ફટાકડાથી આગ લાગતાં દોડધામ મચી હતી. સ્થાનિક ફાયરબ્રિગેડ દ્વારા આગ કાબૂમાં ન આવતાં વડોદરા ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી હતી. વડોદરા ફાયરબ્રિગેડ દ્વારા જાણવા મળ્યા મુજબ પાદરામાં ગર્લ સ્કૂલ સ્ટેશન રોડની વચ્ચે આવેલા સુભાષ પટેલના લાકડાના પીઠામાં ફટાકડો પડવાના કારણે આગ લાગી હતી. વડોદરા ફાયરબ્રિગેડની ઘટના અંગે મળસ્કે 3:50 વાગે જાણ થતાં વડોદરા ફાયરબ્રિગેડના 3 ફાયર એન્જિન આગ ઓલવવાના કામે મોકલવામાં આવ્યાં હતાં.

જે સવારે 8 વાગ્યે પરત ફર્યા હતા. અંદાજે 4 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, વડોદરા ફાયરબ્રિગેડ દ્વારા તાજેતરમાં જ હરણી પાસે લાકડાનાં બે ટિમ્બર માર્ટમાં લાગેલી આગ પર કલાકોની જહેમત બાદ કાબૂમાં આવ્યો હતો. ફટાકડા જોખમી રીતે ફોડવાના કારણે દિવાળીમાં મોટી આગના બનાવો બનતા હોય છે. સદનસીબે પાદરાની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

અન્ય સમાચારો પણ છે...