સદગુરુ ટિમ્બર-જલારામ ટિમ્બર ​​​​આગ ઘટના:ટિમ્બર માર્ટની ભીષણ આગ 6 કલાકે ઓલવાઇ, 3 ઘરોમાં તિરાડો પડી ગઇ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હરણીના સદગુરુ ટિમ્બર-જલારામ ટિમ્બર ​​​​માં આગ લાગતાં 25 ટેન્કર પાણીનો છંટકાવ
  • ટિમ્બરનું લાઇસન્સ લઇ ગેરકાયદે ગોડાઉન-અંડર ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે જગા ભાડે અપાઇ

શહેરના હરણી તળાવની સામે આવેલા સદગુરુ ટિમ્બર માર્ટ અને જલારામ ટિમ્બર ડેપોમાં સોમવારે રાત્રે 9 વાગે લાગેલી ભીષણ આગ મંગળવારે મળસકે ત્રણ વાગે કાબૂમાં આવી હતી. જો કે આગને કારણે નજીકના 3 જેટલા મકાનોને તિરાડો પડી ગઇ હતી. સમગ્ર ઘટના અંગે ફાયર બ્રિગેડની પ્રાથમિક તપાસમાં ટિમ્બરનું લાઇસન્સ મેળવ્યા બાદ ગેરકાયદે ગોડાઉન અને અંડર ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે જગ્યા ભાડે આપવામાં આવી હતી.

હરણી તળાવ પાસે લાગેલી આગમાં બે ગોડાઉન અનેક મેન્યુફેક્ચરિંગ યુનિટ સળગી ગયા હતા ફાયર બ્રિગેડ દ્વારા દસ ફાયર એન્જિન મળી કુલ 25 ટેન્કર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે મંગળવારે સવારે હરણી પોલીસ અને એફએસએલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જોકે એફ.એસ.એલ.ની ટીમને પતરાના ગોડાઉન અને મળેલા ફોર્મની સીટો વચ્ચે અંદર જવું પણ મુશ્કેલ બન્યું હતું.

જલારામ ટિમ્બર ડેપોના માલિક તુષાર પટેલે જણાવ્યું હતું કે તેમની જગ્યામાં જયંતી મશરૂ અને વિમલ સોલંકીને જગ્યા ભાડે આપવામાં આવી હતી જ્યારે સદગુરુ ટિમ્બર માર્ટમાં પણ વિમલભાઈનું એક ગોડાઉન આવેલું હતું તેનો તમામ સામાન સળગી ગયો હતો. જગ્યા ભાડે રાખનાર બંને વ્યક્તિઓએ તેમના માલસામાન અંગે કોઈ પણ પ્રકારનો વીમો ન હોવાનું જણાવ્યું હતું.

રાજેશ્વરી સોસાયટીનાં ઘરોના બારીઓના કાચ તૂટી ગયા
સોમવારે રાત્રે લાગેલી આગમાં રાજેશ્વર સોસાયટીના 3 મકાનોની દિવાલો પર તિરાડો પડી હોવાનું અને બારીઓના કાચ તૂટી ગયા હોવાનું પોલીસને જણાવ્યું હતું તેમજ પાણીની ટાંકી ને પણ નુકસાન થયુંહતુંઉ કોઈ પણ પ્રકારની ફાયર સેફ્ટી વગરનો ધમધમતા આ ટિમ્બર માર્ટ તેમની પાછળ આવેલી સોસાયટીના રહીશો માટે જોખમી હોવાની ચર્ચા ઉઠી હતી.

વીજ કનેક્શન માટે હવે એન.ઓ.સી. નહિ મળે
​​​​​​​ ટિમ્બર માર્ટની અંદર ભાડે અપાયેલા મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે યોગ્ય લાઇસન્સ અને પરવાનગી ન હતા. તેમાં ફાયરસેફ્ટીના કોઈ સાધનો પણ ન હતા. જમીન કોમર્શિયલ કે કયા પ્રકારની છે તેની તપાસ કરાશે અમે નોટિસ આપી નથી પરંતુ ફરી વીજ જોડાણ માટે ફાયર બ્રિગેડ એનઓસી નહીં અપાય. > અમિત ચૌધરી ફાયર ઓફિસર,પાણીગેટ

​​​​​​​ટિમ્બર માર્ટમાં ફાયર સેફ્ટીનાં કોઈ સાધનો ન હતાં
હરણી તળાવ સામે હાર બંધ આવેલા અંદાજે 6 જેટલા ટિમ્બર માર્ટ અને ફર્નિચરની દુકાનો વચ્ચે ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ જણાયો હતો. જે આસપાસના રહીશો માટે જોખમી સાબિત થઇ શકે છે. ફાયર બ્રિગેડની સમયસૂચકતાથી આગ વધુ ફેલાતા અટકી હતી. જેથી અન્ય ટિમ્બર માર્ટના કીમતી લાકડા નો બચાવ થયો હતો. ઘટનાસ્થળે હાજર ગોડાઉન ભાડે રાખનાર અને મેન્યુફેક્ચરિંગ યુનિટ ધરાવનાર બન્નેએ જણાવ્યું હતું કે અંદાજે એક વર્ષથી જ આ જગ્યા ભાડે રાખી છે કેટલો સામાન હતો અને કેટલું નુકસાન થયું છે તે હાલના તબક્કે કહી શકાય તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...