• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • A Female Patient With Mucormycosis Had To Have Her Eye Removed At Sayaji Hospital In Vadodara, The Daughter in law Said: 'I Will Serve Her As Another Eye'

વહુ બની દીકરી:વડોદરાની સયાજી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના મહિલા દર્દીની આંખ કાઢવી પડી, પુત્રવધૂએ કહ્યું: 'હું એમની બીજી આંખ બનીને સેવા કરીશ'

વડોદરા6 મહિનો પહેલા
પુત્રવધૂ અને તેમના સાસુ રજનીબહેન વાડેકર
  • સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ત્રણ દર્દીઓ આજે મ્યુકોરમાઇસિસના જીવલેણ બીમારીને માત આપીને ઘરે ગયા
  • સાસુ સાજા થતાં પુત્રવધૂએ કહ્યું: 'ભલે સાસુની એક આંખ કાઢી નાખી, પરંતુ, તેમની જિંદગી બચી ગઇ તે અમારા માટે મોટી વાત છે'

કોરોના બાદ હાહાકાર મચાવી રહેલા મ્યુકોરમાઇકોસિસના સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ત્રણ દર્દીઓએ મ્યુકોરમાઇસિસના જીવલેણ રોગને માત આપી ખુશીથી ઘરે ગયા હતા. જે પૈકી દોઢ માસથી સાસુમાની સેવા કરનાર પુત્રવધૂએ જણાવ્યું હતું કે, મ્યુકોરમાઇસિસની આવી પડેલી બિમારીને આપણું નસીબ સમજીને સ્વિકારી લો. મારી સાસુની એક આંખ કાઢી નાખવામાં આવી છે. ભલે મારા સાસુની એક આંખ કાઢી નાખવામાં આવી, પરંતુ, તેમની જિંદગી બચી ગઇ તે અમારા માટે મોટી વાત છે. હું એમની બીજી આંખ બનીને તેમની દેખભાળ કરીશ. સયાજી હોસ્પિટલમાં સરકારી હોસ્પિટલમાં સારી સારવાર આપવામાં આવી રહી છે.

વડોદરામાં અનેક દર્દીઓએ આંખો ગુમાવી છે
કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસ નામના ફંગસે હાહાકાર મચાવી મૂક્યો છે. અત્યાર સુધીમાં વડોદરામાં 5 ઉપરાંત લોકોના મ્યુકોરમાઇકોસિસમાં મોત નીપજ્યાં છે અને હજુ પણ સયાજી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ અને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં 250 ઉપરાંત લોકો સારવાર લઇ રહ્યા છે. આ મહામારીમાં અનેક લોકોએ આંખો પણ ગુમાવી છે. તો અનેક લોકો સારવાર લીધા બાદ સાજા પણ થઇ ગયા છે.

સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ત્રણ દર્દીઓ આજે મ્યુકોરમાઇસિસના જીવલેણ બીમારીને માત આપીને ઘરે ગયા
સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ત્રણ દર્દીઓ આજે મ્યુકોરમાઇસિસના જીવલેણ બીમારીને માત આપીને ઘરે ગયા

3 મહિલાએ મ્યુકોરમાઇકોસિસની બીમારીને માત આપતા ભાવવિભોર દ્રશ્યો સર્જાયા
આજે વડોદરાની સયાજી હોસ્પિટલમાંથી વડોદરા, ભરૂચ અને અંકેલેશ્વરના ત્રણ મહિલા દર્દીઓને રજા આપવામાં આવી હતી. રજનીબહેન વાડેકર, નઝમાબહેન પટેલ અને દર્શનાબહેન પટેલે મ્યુકોરમાઇકોસિસની લાંબી સારવાર બાદ માત આપી હસતા મોંઢે હોસ્પિટલમાંથી વિદાય લીધી હતી. ત્રણ મહિલાએ મ્યુકોરમાઇકોસિસની બીમારીને માત આપીને આજે હોસ્પિટલમાંથી વિદાય લેતા સારવાર લઇ રહેલા અન્ય દર્દીઓમાં હિંમત આવી ગઇ હતી. રજા લઇને જઇ રહેલા દર્દીઓએ વોર્ડના અન્ય દર્દીઓને હિંમત આપવા સાથે જલદી સારા થઇ જવાની શુભેચ્છા આપી હતી. હોસ્પિટલના વોર્ડમાંથી ત્રણ દર્દીઓએ વિદાય લેતા ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા.

છેલ્લા દોઢ માસથી મહિલાની સારવાર ચાલી રહી હતી
સારવાર લઇને ઘરે જઇ રહેલા ત્રણ દર્દીઓ પૈકી 57 વર્ષના રજનીબહેન વાડેકરના પુત્રવધૂએ જણાવ્યું હતું કે, રજનીબહેન મારા સાસુ છે. તેઓને કોરોના થયા બાદ મ્યુકોરમાઇકોસિસની બિમારી થઇ હતી. બિમારીના લક્ષણ જણાતા જ અમે સયાજી હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવી પહોંચ્યા હતા. તેઓની છેલ્લા દોઢ માસથી સારવાર ચાલી રહી હતી. તેઓની એક આંખ પણ કાઢી નાખવામાં આવી છે. મ્યુકોરમાઇકોસિસની આવી પડેલી બીમારીને આપણું નસીબ સમજીને સ્વિકારી લેવી જોઇએ. ઘરે બેસી રહેવાથી બીમારી દૂર થવાની નથી. લક્ષણો જણાય તો તુરંત જ હોસ્પિટલમાં આવી જવું જોઇએ. મારા સાસુની ભલે એક કાઢી નાખવામાં આવી, પરંતુ, તેમની જિંદગી બચી ગઇ તે અમારા માટે મોટી વાત છે. હું એમની બીજી આંખ બનીને તેમની દેખભાળ કરીશ.

સયાજી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ અને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં 250 ઉપરાંત લોકો સારવાર લઇ રહ્યા છે
સયાજી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ અને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં 250 ઉપરાંત લોકો સારવાર લઇ રહ્યા છે

મ્યુકોરમાઇકોસિસના દર્દીઓએ ગભરાવાની જરૂર નથી
સયાજી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓની સારવાર કરી રહેલા ડો. આનંદ પલાસે જણાવ્યું હતું કે, મ્યુકોરમાઇકોસિસના દર્દીઓએ ગભરાવાની જરૂર નથી. લક્ષણો જણાય ત્યારે તુરંત જ ડોક્ટરનો સંપર્ક સાધી સમયસર સારવાર શરૂ કરી દેવામાં આવે તો દર્દીની આંખ કાઢવાનો વખત આવતો નથી. હોસ્પિટલમાં રોજની 3થી વધુ સર્જરી કરવામાં આવી રહી છે અને દર્દીઓને બચાવી લેવાનો પુરતો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...